દામનગરમાં ગૌવંશને કતલ કરવા લઈ જનાર બંને આરોપીઓને ૭ વર્ષની સજા અને 1-1 લાખનો દંડ... નામદાર સેશન્સ જજ રીઝવાના મેડમ બુખારી સાહેબનો ઐતહાસિક ચુકાદો. - At This Time

દામનગરમાં ગૌવંશને કતલ કરવા લઈ જનાર બંને આરોપીઓને ૭ વર્ષની સજા અને 1-1 લાખનો દંડ… નામદાર સેશન્સ જજ રીઝવાના મેડમ બુખારી સાહેબનો ઐતહાસિક ચુકાદો.


દામનગરમાં ગૌવંશને કતલ કરવા લઈ જનાર બંને આરોપીઓને ૭ વર્ષની સજા અને 1-1 લાખનો દંડ...

નામદાર સેશન્સ જજ રીઝવાના મેડમ બુખારી સાહેબનો ઐતહાસિક ચુકાદો.

સ્પેશ્યલ સરકારી વકીલ ચંદ્દેશ બી. મહેતાની તર્કબદ્ધ દલીલો ગ્રાહ્ય

અમરેલી નામદાર કોર્ટ નો. ઐતહાસિક ચુકાદો.ગઈ તા.૦૩/૦૭/૨૧ના રોજ દામનગર શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલિસ ને બાતમી મળેલ કે, ગૌવંશ કતલખાને લઈ જવા માટે ગૌવંશ ભરેલ આઈસર દામનગર શહેર ભુરખીયા ચોકડી પાસે પસાર થવાની છે જે બાતમીના આધારે પોલીસ ભુરખીયા ચોકડીએ વોચમાં ઉભા રહેલા ત્યારે ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે ગૌવંશને આઈસર વાહનમાં ખીચોખીચ દયનીય હાલતમાં રાખી, પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નહી રાખી, આરોપીઓ (૧) હરેશભાઈ રમેશભાઈ ધુજીયા તથા (૨) નૌશાદ ઉર્ફે લાલો હબીબભાઈ સૈયદનાઓ દ્વારા ૮ ગાય તથા ૦૧ આખલો તથા ૦૧ વાછરડો સાથે પકડાઈ ગયેલ હોય અને આ કામના ફરીયાદી જયદેવભાઈ હેરમાએ ફરીયાદ આપેલ હોય અને તપાસ કરી ચાર્જશીટ કરેલ હોય.
ત્યારબાદ આ કેસ અમરેલીના સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી સાહેબની કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ પી.પી. ચંદ્રેશ બી મહેતાની ધારદાર દલીલોના આધારે નામદાર સેશન્સ કોર્ટે બંને આરોપીઓને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૬ મુજબ સાત વર્ષની સજા તથા એક લાખનો દંડ ફટકારેલ હતો.
આ ચુકાદો આવતા જ સમગ્ર ગુજરાતના ગૌ પ્રેમી તથા જીવ દયા પ્રેમીમાં હર્ષની લાગણી છવાયેલ છે. તેમજ સ્પેશ્યલ સરકારી વકીલશ્રી ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલીલોને આધારે નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ રીઝવાના મેડમ બુખારી સાહેબ દ્રારા ઐતહાસિક ચુકાદો આપવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.