ધંધુકા તાલુકાના વનાળા ઝાંઝરકા સોંડાસર માર્ગ પર બાવળોથી ભારે હાલાકી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વનાળા ઝાંઝરકા સોંડાસર માર્ગ પર બાવળોથી ભારે હાલાકી
રોડની બંને સાઈડ ઉગી નીકળેલા બાવળો થી વાહન ચલાવવું મુશ્કેલ
અમદાવાદ જીલ્લા ક ધંધુકા તાલુકાના ગ્રામીણ વિસ્તારને જોડતા મોટા ભાગના માર્ગો ખાડા ખાબોચિયાવાળા છે અને તેમાં પણ ઓછું હોય તેમ બાવળની ઝાડીમાં માર્ગો સાંકડા બની જતા વાહનચાલકોને અવરજવરમાં પરેશાની વેઠવી પડી રહી છે.
ગ્રામીણ વિસ્તારને જોડતા માર્ગોની બંને સાઈડે ગાંડા બાવળો તેમજ અન્ય ઝાડી ઝાંખરાઓ લચી આવતા સામસામે વાહન આવતા હોય તે એક વાહનચાલકને ફરજિયાત ઊભું રહેવું પડે અથવા પરત જવું પડે છે.જો કે આ તમામ માર્ગો પર અધિકારીઓ પોતાના વાહનોમાં અવારનવાર પસાર થતા હોય છે. તેમ છતાં આ બાવળોને દૂર કરાવવામાં આળસ દાખવતા વાહનચાલકોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.
વનાળા ઝાંઝરકા સોંડાસર માર્ગ ઉપર રોડની બંને સાઈડોમાં બાવળો અને ઝાડી ઝાંખરા છેલ્લા ઘણા સમયથી ઉગી નીકળ્યાં છે તેથી સામસામે બે વાહનો પસાર કરવામાં ગંભીર અકસ્માત થવાનો ભય વાહનચાલકોને સતાવી રહયો છે.આ ઉપરાંત ઝાંઝરકા ખાતે સંત સવૈયાનાથ સવગુણ મંદિર આવેલું છે જેથી આ રોડ ઉપર શ્રધ્ધાળુઓની ભારે અવર જવર રહે છે.
તેમ છતાં પરિસ્થિતી જૈસે થે જોવા મળી રહી છે. હવે તંત્ર સત્વરે આ રોડ ઉપર થી બાવળો અને ઝાડી ઝાંખરા દૂર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.