બોટાદ જિલ્લા મઝદુર સંધ ધ્વારા આંતરરાષ્ટ્રિય મહીલા દિવસ અંતર્ગત મહિલાલક્ષી કાયદાઓ સંબંધિત માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ જિલ્લા મઝદુર સંધ ધ્વારા આંતરરાષ્ટ્રિય મહીલા દિવસ અંતર્ગત મહિલાલક્ષી કાયદાઓ સંબંધિત માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો


બોટાદ જિલ્લા મઝદુર સંધ ધ્વારા આંતરરાષ્ટ્રિય મહીલા દિવસ અંતર્ગત મહિલાલક્ષી કાયદાઓ સંબંધિત માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો

ભારતિય મઝદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લા મઝદુર સંધ ધ્વારા આંતરરાષ્ટ્રિય મહીલા દિવસની ઉજવણીના ભાગરૂપે બોટાદખાતે આંગણવાડી વર્કર-હેલ્પર બહેનો મધ્યાહન ભોજન યોજનાના બહેનો તથા આશાવર્કર બહેનોને મહિલાલક્ષી કાયદાઓની સમજણ/માર્ગદર્શન આપવા અંગેનો કાર્યક્રમ તા ૦૭/૦૩/૨૪ના યોજવામાં આવેલ.આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ડીસ્ટ્રીકટ કાઉન્સીલર રીનાબેન વ્યાસ તેઓની ટીમ સાથે ઉપસ્થિત રહેલ તેમજ ભારતીય મજદુર સંધ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્યાહન ભોજન યોજના સંધના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા સમીરભાઇ એચ. જોશી(ગુજરાત પ્રદેશ મંત્રી),રાજુભાઇ ડેરૈયા,બોટાદ જિલ્લા પ્રમુખ દીલીપભાઇ ખાચર(ડી.વી),બોટાદ જિલ્લા આશા-આંગણવાડી પ્રભારી,અલ્કેશભાઇ એન.જોશી ઉપપ્રમુખ,વીગરે હાજર રહેલ,અને ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા દિપપ્રાગ્ટય તેમજ સમીરભાઇ જોશી ધ્વારા બીએમએસની પ્રણાલી મુજબ શ્રમિકગીતથી કાર્યક્રમની શરૂઆત કરાવેલ કાર્યક્રમમાં શ્રી રીનાબેન વ્યાસ ધ્વારા મહિલાઓને લગતા અત્યાચારો,ધરેલું હિંસા,મહિલાઓને વિવિધ કાયદા હેઠળ મળતી સુરક્ષા વિસ્તૃત સમજણ આપેલ જયારે મહિલા પોલીસ સ્ટેશન(શી-ટીમ)ના કર્મચારી સુરપાલસિંહ ગોહીલ,૧૮૧ મહિલા હેલ્પ લાઈનના ખુશ્બુબેન પટેલ,ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના સાહીત્ત્તાબેન ધ્વારા મહિલાલક્ષી જુદીજુદી બાબતોની સેવાની જાણકારી તથા કાર્યપધ્ધતિની વિગતો જણાવેલ.આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજન,આંગણવાડી, તથા અન્યક્ષેત્રના કુલ-૧૨૫ જેટલા મહિલાઓ હાજર રહેલ કાર્યક્રમને અનુલક્ષી જિલ્લા સહમંત્રી મહાવીરભાઈ ખાચર,જિલ્લા કારોબારી સદસ્ય દિપકભાઇ ડાભી હિતેશભાઇ સીંગલ તથા અન્યોની જહેમતના ફળસ્વરૂપે ખુબ સરસ માહિતિ સભર કાર્યક્રમ યોજાયેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.