ઉમરાળા Psi ભલગરિયા અને સ્ટાફને રાજ્યના પોલીસ વડાનાં હસ્તે ડિટેક્શન અને ઈ-ગુજકોપ ડબલ એવોર્ડ એનાયત - At This Time

ઉમરાળા Psi ભલગરિયા અને સ્ટાફને રાજ્યના પોલીસ વડાનાં હસ્તે ડિટેક્શન અને ઈ-ગુજકોપ ડબલ એવોર્ડ એનાયત


*ઉમરાળા પોલીસને એક મહિનામાં બે બે પ્રશંસાપત્ર અર્પણ કરતા DG વિકાસ સહાય*

*જાન્યુઆરી મહિનામાં રાજ્ય લેવલે સારુ ડિટેકશન અને ઈ ગુજકોપ બદલ સન્માનિત કરાયા*

શિસ્તના ચુસ્ત આગ્રહી,સમયના એકદમ પાબંદ પ્રજા-પોલીસ સ્ટાફ માટે હંમેશા કંઈક કરી છૂટવાની ખેવના ધરાવતા ઉમરાળા પી.એસ.આઈ.ભલગરિયાને રાજ્યના પોલીસ વડાનાં હસ્તે ડિટેક્શન અને ઈ-ગુજકોપ એવોર્ડ એનાયત કરાયો છે ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા અને પોલીસ સ્ટાફની કામગીરીની નોંધ લઈ રાજ્યના ડી.જી.વિકાસ સહાય દ્વારા(૧)ડીટેકશન કામગીરી અને(૨)ઈ ગુજકોપ એમ જાન્યુઆરી મહિનામાં રાજ્ય લેવલે સારી કામગીરી કરવા બદલ બે બે પ્રસંશપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા ઉમરાળા પોલીસ સબ ઈન્સપેકટર તથા સ્ટાફ દ્વારા ચોરીના કુલ-૩૧ મોટર સાઈકલ વાહનો સાથે ચાર ઈસમોને પકડી પાડી ભાવનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના મળી કુલ ૧૮ ગુન્હાઓ શોધી કાઢવાની આપની આ સારી કામગીરી કરવા બદલ આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે આપની આ નિષ્ઠા અને સમર્પણને હું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છુ ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરીથી અનેક માટે પથદર્શક બનો તેવી શુભેચ્છા પાઠવી હતી આ તકે Psi ભલગરીયા એ રાજીપો વ્યક્ત કરી જણાવ્યું હતું કે વધુમાં વધુ સુદૃઢ કામગીરી થકી ડિટેક્શન ઉપર વધુ ભાર મુકીએ છીએ એકંદરે પોલીસમાં પ્રજાના વિશ્ર્વાસનું સંપાદન થાય પોલીસની છબી સુધરે,પોલીસ સ્ટેશનો લોકોની તકલીફોને દૂર કરવાનું માધ્યમ બને તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.