રાજકોટમાં ફૂડ વિભાગના અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં દરોડા, હાનિકારક ખોરાકનો નાશ કર્યો - At This Time

રાજકોટમાં ફૂડ વિભાગના અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં દરોડા, હાનિકારક ખોરાકનો નાશ કર્યો


રાજકોટ શહેરમાં વેપારીઓ વધુ રૂપિયા કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું અવારનવાર સામે આવતું હોય છે, ત્યારે આજે મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગનાં દરોડામાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજીડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનામાં અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સાડા પાંચ હજાર ટન એટલે કે, 5,500 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીને હાઈજેનિક કંડીશન રાખવા સહિતની બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.