ઉમેદવારો માટે લાઉડ સ્પીકરની પરવાનગી મેળવવા વિધાનસભા મતદાર વિભાગ દિઠ અધિકારીશ્રીઓની નિયુક્તિ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી*
*ઉમેદવારો માટે લાઉડ સ્પીકરની પરવાનગી મેળવવા વિધાનસભા મતદાર વિભાગ દિઠ અધિકારીશ્રીઓની નિયુક્તિ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી*
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો જાહેરનામાંની તારીખથી શરૂ કરી ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી) લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમો-૧૯૬૦ના નિયમ ૧ અને ૭ હેઠળ નીચેના અધિકારીશ્રીઓને આપવામાં આવે છે.
જેમાં જામનગર મહાનગરપાલિકા તથા શહેરના તમામ વિસ્તાર માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, જામનગર શહેર, જિલ્લાના અન્ય વિસ્તાર માટે સંબંધકર્તા તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લાના એકથી વધારે વિધાનસભા મતદાર વિભાગના વિસ્તાર માટે જન સંપર્ક અધિકારીશ્રી, કલેકટર કચેરી, જામનગર, ૭૮-જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગના વિસ્તાર માટે મામલતદારશ્રી, જામનગર (શહેર), ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ વિસ્તાર માટે મામલતદારશ્રી, પ્રોટોકોલ, કલેકટર કચેરી, જામનગરની જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા નિયુક્તિ કરવામાં આવેલ છે. સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી કોઈપણ સંજોગોમાં રાત્રીના ૧૦-૦૦ પછી અને સવારના ૬-૦૦ વાગ્યા સુધીના સમય માટે આપી શકાશે નહી.

રિપોર્ટર
રાહુલ ગાંધી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.