સમાજમાં લગ્ન જીવન બાદ છુટાછેડા સુંધી પહોંચતા એક કિસ્સામાં પોલીસ બની દેવદૂત પણ મહિલાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો. - At This Time

સમાજમાં લગ્ન જીવન બાદ છુટાછેડા સુંધી પહોંચતા એક કિસ્સામાં પોલીસ બની દેવદૂત પણ મહિલાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો.


હાલના સાંપ્રત સમયમાં સભ્ય સમાજમાં દીકરા દીકરીના લગ્ન બાદ સંબંધો બગડવાના કિસ્સાઓ અને ત્યારબાદ બંને કુટુંબના મોભીઓ દ્વારા સામજીક અને કાયદાકીય કાવાદાવા કરીને કોર્ટમાં ઘરેલુ હિંસા અને ખાધા ખોરાકી કેસો કરી દીકરા દીકરીઓના જીવનને બરબાદ કરવાના કિસ્સાઓ વધતા જાય છે,

આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે દીકરા દીકરીના કુટુંબીજનોના ખોટા અહમ અને ખેંચાખેંચીના કારણે કોર્ટ મેટર થતા આ વિવાદ ખુબ લાંબો સમય ચાલે છે અને સરવાળે દીકરા દીકરીનો યુવાનીનો સમય પણ વેડફાય છે અને બંને કુટુંબ આર્થિક,માનસિક અને સામાજિક રીતે હેરાન પરેશાન પણ થાય છે અને પોલીસ વિભાગ અને નામદાર કોર્ટ નો પણ સમયનો વ્યય થાય છે અને ઘણીવાર આવા કિસ્સામાં કેસો પંદર થી વીસ વર્ષ ચાલે છે અને બંને કુટુંબના મોભીના અહમના કારણે દીકરા દીકરીના બીજીવાર લગ્ન થઈ શકતા નથી અને દિકરા દીકરીઓ ની જિંદગી બરબાદ થઈ જાય છે આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે તો બને કુટુંબનો પ્રશ્ન સત્વરે હલ થાય છે અને દીકરા દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય એવા પ્રયત્ન હંમેશા પોલીસ વિભાગ તરફથી થતાં આવ્યા છે અને આગળ પણ આજ રીતે આયોજન બદ્ધ પોલીસ અને સામાજીક કાર્યકરો દ્વારા સમાજમાં નૈતિક ફરજ નિભાવતા રહેશે,

આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં વટવા ખાતે સામે આવ્યો છે,

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા અને વેપાર કરી પોતાના કુટુંબનું જીવન ગુજરાન ચલાવતા આશરે ૬૦ વર્ષીય સિનિયર સીટીઝન વેપારીએ પોતાની દીકરી અને આગેવાનની સાથે અમદાવાદ ઝોન -૬ ના જે ડિવિઝન ના A.C.P પ્રદિપસિંહ જાડેજા ને રૂબરૂ મળી પોતાની દીકરીના થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમ થી અન્ય જ્ઞાતિના છોકરા સાથે કે જે અમદાવાદ શહેર ખાતે રહે છે તેની સાથે લગ્ન કરેલ હતા પોતાની દીકરીનો ઘર સંસાર એકાદ મહિના બરાબર ચાલ્યો હતો બાદમાં જમાઈ તરફથી હેરાનગતિ થતા, દિકરી ના બાપુજી પાસે ખોટી રીતે પૈસા ની માંગણી, અને વિચિત્ર આક્ષેપો અને અસહ્ય ત્રાસ વધતા થોડા સમયથી દિકરી પોતાના સંતાન સાથે ભાડે મકાન રાખી ઘોડાસર વિસ્તારમાં રહે છે અને અવાર નવાર અરજીઓ કરવા છતાં પોતાની દીકરીના કોઈ સાસરિયાં પક્ષ સંભાળ લેવા આવેલ નથી અને અસહાય જીવન વિતાવે છે પતી ના અસહ્ય ત્રાસ અને સાસરિયાના વર્તન અને સંજોગો અને પરિસ્થિતિ મુજબ અમે અમારી દીકરીને તેના સાસરી પક્ષે મોકલી શકીએ એમ નથી પોતાની દીકરીને છૂટાછેડા આપવા માટે સમાજના આગેવાનોની હાજરીમાં ત્રણ ચાર મીટીંગો કરી પરંતુ દીકરીના જમાઈ અને સાસરિયાં એક ના બે ના થતા હોઈ પોલીસ સમક્ષ મદદ કરવા બાબતે પોતાની અને પોતાની દીકરી ને થયેલ તકલીફ કે છેતરપિંડી અને ત્રાસ બાબતે અશ્રુભીની આંખે અને ભારે હૃદયે રજૂઆત પોલીસ અઘિકારી ને કરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જોઇન્ટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તથા ઝોન ૬ ના D.C.P રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ,

અમદાવાદ શહેર જે ડિવિઝનના A.C.P પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી, સ્ટાફના હે.કો. વિજયભાઇ, ભરતભાઈ તથા SHE Team ના મહિલા પો.કો. કોમલબેન સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે અરજદારની દીકરીના પતિ વિરુદ્ધ ગુનાની નોંધી કરી ધરપકડ કરવા તૈયારી કરતા પહેલા જ પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા બંને પક્ષોને રૂપિયા કરતાં પોતાના સંતાનોની જિંદગી અને સમય કિંમતી હોવાનું, હાલના બંને દીકરા દીકરીનો જીવનનો અમૂલ્ય સમય વેડફાતા હોવાનું, બે પાંચ લાખ રૂપિયા રળતા કમાઈ લેવાની તેમજ બંને કુટુંબના અહમ માં દીકરા દીકરીની અમૂલ્ય જિંદગી બરબાદ થતું હોવાનું સમજાવી બંને પક્ષોને બાંધછોડ કરી પોતાનો અહમ મૂકી નિર્ણય લેવાની સમજણ આપતા બને કુટુંબને પોલીસ ની વાત ગળે ઉતરી હતી,

આ કિસ્સામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા અરજદારની દીકરીને જમાઈ દ્વારા છૂટાછેડા આપવા બને પક્ષો તૈયાર થયેલ હતા, બને પક્ષો રાજીખુશથી છૂટા પડ્યા અંગેનુ અરજદાર તથા સાસરિયાં પક્ષે તાત્કાલિક ધોરણે નોટરી લખાણ પણ કરી દેવામાં આવેલ અને પોલીસ સ્ટેશનમાં અને નામદાર કોર્ટમાં જેટલા કેસો દાખલ કર્યા હતા એક બીજા ઉપર કરેલ તમામ કેસો પણ પરત ખેંચી લેવાની નક્કી કરવામાં આવેલ હતું સમાવાળા સાસરિયાં પક્ષ પણ પોલીસની મધ્યસ્થી દ્વારા સાચી સમજણ આપતા પોલીસ નો સકારાત્મક અભિગમ સ્વીકાર્યો હતો, વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર તથા સાસરિયાં પક્ષ દ્વારા પોતાના સમાજના આગેવાનો દ્વારા ત્રણ ચાર મીટીંગો બાદ નિવેડો નહિ આવેલ પ્રશ્નને મધ્યસ્થી થઈને નિકાલ કરાવતા બને પક્ષો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર અને સામાવાળાને હવેથી તકેદારી રાખી દીકરા દીકરી બને સુખી થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી કરવામાં આવેલ હતી અરજદાર અને સામાવાળાને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના સંતાનોની જિંદગી બગડતી અટકાવવા મધ્યસ્થી કરી, સમજાવી સંવેદના સાથે કાર્યવાહી પૂર્ણ કરતા આભાર વ્યક્ત કર્યો હતો, અરજદાર સામાવાળા એમ બને પક્ષે પોલીસ વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો,

જો આ બાબતે પોલીસ દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલ ના હોત તો સંતાનોની જિંદગી નું આશરે એક વર્ષ જે રીતે બરબાદ થયું એમ બીજા ઘણા વર્ષો હાથમાંથી પાણી ની જેમ વહી જતા રહેતા એવી લાગણી વ્યક્ત કરી, આ કેસમાં દેવદૂત બની કામ કરનાર અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ નો પોલીસ સ્ટેશન માં વારંવાર આભાર વ્યક્ત કરતા હોય લાગણી સભર અને ભાનાત્મક દ્રશ્યો સર્જાયા હતા,

અમદાવાદ શહેર ના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જોઇન્ટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તથા ઝોન ૬ ના D.C.P રવિ મોહન સૈની ની સૂચનાથી અમદાવાદ શહેર પોલીસની SHE Team દ્વારા સિનિયર સિટીઝન અરજદાર તથા સામાવાળાને સામજિક પ્રશ્નમાં યોગ્ય દિશામાં માર્ગદર્શન અને મદદ કરી સુખદ અંત લાવી પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર અમદાવાદ શહેર ની અને અમદાવાદ ની જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.