શિવમ્ ચક્ષુદાન-આરેણા ના માધ્યમથી માંગરોળમાં માતૃતુલ્ય ભગીનીશ્રીઓ દ્વારા અંગદાનના સંકલ્પપત્રો ભરાયા.
માંગરોળમાં રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ માતૃતુલ્ય ભગીનીશ્રીઓ સુશીલાબેન ચત્રભુજ ખીલોસીયા(ઉ.વર્ષ.૮૦),મટુબેન એમ.છાત્રોડીયા (ઉ.વર્ષ.૬૮) તેમજ પારૂલબેન ચેતનકુમાર જાદવ(ઉ.વર્ષ.૫૭) દ્વારા શિવમ્ ચક્ષુદાન આરેણાના માધ્યમથી અંગદાન શ્રેષ્ઠદાનનો મંત્ર સાર્થક કરીને આજ રોજ તા.૨૪.૧૨.૨૦૨૨ ના રોજ સાંજે ૫ઃ૦૦ કલાકે અંગદાનનો સંકલ્પ કરેલ છે.
અંગદાનનો સંકલ્પ કરેલ આ સિનિયર સીટીઝન માતૃતુલ્ય મહિલાઓ પરિવારની જવાબદારી નિભાવવાની સાથે સાથે પોતાનો કિંમતી સમય જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓમાં વિતાવે છે.અને આવી માનવતાની દરેક પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે. આ મહિલાઓનો આજનો અંગદાન સંકલ્પ એ એક પ્રેરણાદાયક વિચાર છે જેને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
તેમના અંગદાનના સંકલ્પ થકી તેમણે અંગદાન જાગૃતિ અંગે એક રાહ ચીંધ્યો છે.
આપણા શાસ્ત્રો અને પૂરાણોમાં પણ અંગદાનનું મહત્વ દર્શાવાયું છે એ સમયના રાજા મહારાજા અને ઋષિમુનિઓએ પણ અંગદાન થકી ભારતભુમિની સંસ્કૃતિને પાવન કરી છે.
લોકકલ્યાણ અર્થેના અંગદાન જેવા આ મહાદાનના સંકલ્પને આ માતાઓએ સ્વિકાર્યો છે જે આજની મહિલાઓને પ્રેરણા આપશે.આપના આ શુભ વિચારને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.અને આપના આ અંગદાનના શ્રેષ્ઠ સંકલ્પને બિરદાવે છે.
સંકલન નાથા ભાઈ નંદાણીયા
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.