જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવાના રહેશે - At This Time

જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવાના રહેશે


*જુના/નવા મોબાઇલ ફોન અને સીમ કાર્ડના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટાર નિભાવવાના રહેશે*
***************
રાજયમાં બનતા ગુન્હાફઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા*ઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાથઓ શોધી કાઢવા માટે ગુન્હારમાં વપરાયેલ અથવા થયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાકના મુળ સુધી પહોંચવા પ્રયત્નોલ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યા્રે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાસ માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાજમાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુન્હાનના મુળ સુધી પહોંચે ત્યામરે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યેકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી.
આ બાબતે કોઇ વ્યતકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુેત બાબતે આવા ગુન્હાતઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી જણાતા જિલ્લા ના મેજિસ્ટ્રેીટ અને કલેકટરશ્રી હિતેષ કોયાને મળેલ સત્તાની રૂએ સમગ્ર જિલ્લાજમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામુ નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટલરો નિભાવવાનો હુકમ જારી કર્યા છે.
જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટતરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટIરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયેથી દિન ૬૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યગકિત ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.