સાંકદરમાં નકલી સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ , - At This Time

સાંકદરમાં નકલી સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ ,


વડોદરા નજીક આવેલ સાંકરદા ગામે નવદુર્ગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ખાનગી કંપનીના કર્મચારીઓ સાથે પોલીસે દરોડો પાડી સારસ કંપનીના નામે કપડા ધોવાના સાબુનું ઉત્પાદન કરતી ઉજાસ ડિટર્જન્ટ ફેક્ટરીના સંચાલકની કોઇપીરાઇટના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે . નંદસેરી પોલીસે સાથી રાખે કરવામાં આવેલી આ રેઇડમાં જાણવા મળ્યું હતું કે , નકલી સાબુ બનાવતી ફેક્ટરીના માલિક નીતિન ચંપકલાલ ઉર્ફે સોપાજી પાનાજી ( રહે . રાજેન્દ્રપાર્ક સોસાયટી , મહેસાણાનગરની પાછળ , વડોદરા ) છે . કંપનીમાં પાંચ કારીગર કામ કરી રહ્યા હતા અને સારસ કંપનીના રેપરને ભળતી પ્રિન્ટ આઉટ મળી આવી હતી . પોલીસે ઘટના સ્થળેથી 1 લાખ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.