૫૦૦-૬૦૦ કરોડ નું ધેડ પંથક માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરો ની માંગ. ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલ આંબલિયા ના નેતૃત્વ માં જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવી ધેડ વિકાસ નિગમ ની માંગ કરાશે - At This Time

૫૦૦-૬૦૦ કરોડ નું ધેડ પંથક માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરો ની માંગ. ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલ આંબલિયા ના નેતૃત્વ માં જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવી ધેડ વિકાસ નિગમ ની માંગ કરાશે


૫૦૦-૬૦૦ કરોડ નું ધેડ પંથક માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરો ની માંગ.

ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલ આંબલિયા ના નેતૃત્વ માં જૂનાગઢ કલેકટર ને આવેદનપત્ર પાઠવી ધેડ વિકાસ નિગમ ની માંગ કરાશે

જૂનાગઢ ગુજરાત કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા રાજ્ય ના કૃષિમંત્રીની જૂનાગઢ મુલાકાત પર અનેક સવાલો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા ઓ આપી જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ છે તેવું કૃષિમંત્રી એ સ્વીકાર કર્યો તો પેકેજ શા માટે નહીં ??
ઘેડનો કાયમી પ્રશ્ન છે તેવો સ્વીકાર કર્યો તો ૩૦ વર્ષથી ભાજપે કેમ કોઈ પગલાં ન લીધા ?? કૃષિમંત્રી ખોટા લોલીપોપ થી ઘેડની જનતા થાકી ગઈ છે હવે લોલીપોપ નહિ નક્કર પરીણામ આપો ઘેડનો પ્રાણ પ્રશ્ન ઉકેલવાનો એક્શન પ્લાન બે મહિનામાં જાહેર કરો
ઊબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરો ઘેડ વિકાસ નિગમ ઉભું કરવામાં આવે તેમાં દર વર્ષે બજેટમાંથી ફંડ ફાળવવામાં આવે કાંઠે બેસીને છબછબિયાં કરવાને બદલે ઊંડા ઉતરો તો પરિસ્થિતિનો તાગ મળશે ઘેડના અંતરિયાળ ગામોની મુલાકાતે કૃષિમંત્રી એ શા માટે રદ્દ કર્યો ?? જો અંતરિયાળ ગામો માં ગયા હોત તો R & B નો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એમ હતો એટલે કાર્યક્રમ રદ્દ કર્યો ?? માણાવદર અને પાદરડી ગામે જવાનો કાર્યક્રમ કેમ રદ્દ કર્યો ?? આવા અનેક સવાલ સાથે ઘેડના પ્રાણ પ્રશ્નો ને લઈ તાત્કાલિક નિરાકરણ આવે,"ઘેડ વિકાસ નિગમ" બનાવવામાં આવે, ચાલુ વર્ષે ઘેડ પંથકમાં થયેલ પાક નુકસાની, જમીન ધોવાણ માટે ૫૦૦-૬૦૦ કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઊબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવામાં આવે તેવી ચાર માંગ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જૂનાગઢ કલેકટરશ્રીને રજુઆત કરવા જવાનું આયોજન તા.૨૯/૦૭/૨૪ જિલ્લા કલેકટર કચેરી જૂનાગઢ ખાતે ૧૧-૦૦ કલાકે ઉપસ્થિત રહેવા સર્વ ને અનુરોધ કરાયો છે હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.