રાજકોટ: સિટી બસની કામગીરીમાં વેઠ ઉતારનાર 11 કંડક્ટરોને સસ્પેન્ડ કરાયા
સિટી બસની કામગીરીમાં વેઠ ઉતારનાર 11 કંડક્ટરોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જ્યારે એજન્સીને પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ રાજપથ લિમીટેડ દ્વારા સિટી બસમાં ઓપરેટર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 7,900 કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂ.2,76,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોડર્નને પણ કામમાં ક્ષતિ બદલ રૂ.37,200નો દંડ ફટકારવામાં આવ્યો છે. કામગીરીમાં ગેરરીતી અને નિયમિતતા સબબ 9 કંડક્ટરને ટેમ્પરરી અને જ્યારે બે કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન બે મુસાફરો ટિકિટ વિનાના પકડાતા તેઓને રૂ.220નો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે બીઆરટીએસ બસ સેવામાં એક્સ આર્મી મેન અને સિક્યુરિટી પૂરા પાડતી એજન્સી રાજ સક્યુરિટી એજન્સીને પણ દંડ ફટકારાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.