વિદેશી દારૂની 180 બોટલ સાથે શખ્સ ઝબ્બે - At This Time

વિદેશી દારૂની 180 બોટલ સાથે શખ્સ ઝબ્બે


રાજનગર ચોક પાસેના મેઘમાયા નગરમાં આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 180 બોટલ રૂ।0 હજારના મુદ્દામાલ સાથે અજય રાઠોડને માલવિયાનગર પોલીસે દબોચ્યો હતો.દરોડાની વિગત અનુસાર, માલવિયાનગર પોલીસ મથકના પી.એસ.આઈ. મહેશ્ર્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.
ત્યારે રાજનગર પાસે મેઘમાયાનગર શેરી નં.4માં રહેતા અજય લાલજી રાઠોડ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો છુપાડયો હોવાની ચોકકસ બાતમીના આધારે કોન્સ્ટેબલ અંકિત નિમાવત, હિરેન સોલંકી અને હરસુખ સબાડ સહીતના સ્ટાફ દરોડા પાડી મકાનની ઓરડીમાંથી છુપાવેલ વિદેશી દારૂની 180 બોટલ ઝડપી મકાન માલીક અજય રાઠોડની ધરપકડ કરી રૂ।.90 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા તે દારૂનો જથ્થો રાજકોટના જવલા નામના બુટલેગરે સપ્લાય કર્યાનું કબુલતાં સ્ટાફે જયલગ્ની શોધખોળ આદરી હતી.ઉલ્લેખનીય છે કે, આરોપી અજય અગાઉ દારૂ, મારામારી સહીતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.