રેસકોર્ષમાં ઝેરી દવા પી યુવતીએ પ્રેમીને જાણ કરી: સારવારમાં ખસેડાઈ
મવડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલે સાંજે રેસકોર્ષ ગાર્ડનમાં ઝેરી દવા પી જુના પ્રેમીને ફોન કરી જાણ કરતા હત્તપ્રત થઈ દોડી આવેલ પ્રેમીએ યુવતીને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડેલ હતી.પ્રાપ્ત વિગત અનુસાર વૈશાલી (નામ બદલાવેલ છે) નામની યુવતી ચાર વર્ષ પહેલા તેના વિસ્તારમાં રહેતાં જ મોનીલ (નામ બદલાવી છે) નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ છેલ્લા એક વર્ષથી યુવતીને અન્ય યુવક સાથે સબંધ બંધાતા મોનિલને તે વાતની જાણ થતા તે મોદભંગ થયો હતો. અને યુવતીને ફોન કરી તેમના સંબંધનો અંત આણવા માટે કહ્યું હતું જે બાદ ગઈકાલે ફરીવાર યુવતીએ મોનિલને ફોન કરી પ્રમસંબંધ આગળ વધારવા માટે કહેતા મોનિલને અજુગતું લાગતાં તેને યુવતીના પિતાને મળવા બોલાવી હકીકત જણાવી હતી.જે બાદ મોનિલે યુવતીને ફોન કરી તારા પિતાને મે વાત કરી છે એટલે તુ ઘરે જા અને ત્યાં પહોંચીને જાને છેલ્લો કોલ કરજે કહી ફોન કાપી નાખ્યો હતો. જે બાદ ભયભીત થયેલ યુવતીએ રેસકોર્ષ ગાર્ડનમાં ઝેરી દવાપી મોનિલને તે અંગે જાણ કરતાં યુવક દોડી આવ્યો હતો. અને યુવતીને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડી હતી.બનાવ અંગેની જાણ સીવીલ ચોકીના સ્ટાફે કરતા પ્ર.નગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.