જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વીંછિયાની હોસ્પિટલોમાં ફાયર સેફટી ની વ્યવસ્થા ચકાસવામાં આવી
મામલતદાર આર. કે. પંચાલ અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં આવેલી હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ કરી હતી. આ સમયે હોસ્પિટલો મામલે ફાયર સેફ્ટી બાબતે પૂરતા સાધનો કાર્યરત હાલતમાં રાખવા તથા સમયાંતરે મોકડ્રીલ કરવા અંગે સમજુતી આપવામાં આવી હતી. સાથોસાથ હોસ્પિટલના તમામ સ્ટાફને ફાયર સેફટીના સાધનો વાપરવા બાબતે જરૂરી સુચના આપવામાં આવી હતી. વિંછીયા તાલુકામાં કૂલ 5 જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ વિછીયા ખાતે માર્કેટિંગ યાર્ડ વિછીયાની મુલાકાત લઈ જરૂરી સુચનો ફાયર સેફ્ટીનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.