ઉપલેટા પોલીસે ઈંગ્લીશ દારૂના ઝડપાયેલ બે અલગ-અલગ જથ્થામાં કુલ ત્રણ ઈસમોને ૧૩૧ નંગ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા
એક નંગ સાથે એક ઈસમને જ્યારે ૧૩૦ નંગ સાથે બે સગા ભાઈઓને પોલીસે દબોચી લીધા
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૯ જુલાઇ ૨૦૨૪, ઉપલેટા પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ સાથે કુલ ત્રણ ઈસમોને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપલેટાના દરબાર ગઢ ચોક વિસ્તારની કંડોળીયા શેરી પાસે માંથી એક નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક બાબતમાં ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી માંથી ૧૩૦ નંગ દારૂની બોટલ સાથે બે સગા ભાઈઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતમાં ઉપલેટા પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના ઝડપાયેલ આ બન્ને અલગ-અલગ કિસ્સાઓની અંદર બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉપલેટાના દરબાર ગઢ ચોક વિસ્તારની કંડોળીયા શેરી માંથી એક નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે રવી મનસુખભાઈ સરવૈયા નામના યુવકને રૂપિયા ૩૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જે બાદ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાદ ઉપલેટા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઉપલેટાના ખાખીજાળીયા રોડ પર પહોંચતા બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ વાછરા ડાડાના મંદિર પાસેના રહેણાક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૧૩૦ નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતીઓ સામે આવી છે ત્યારે આ ૧૩૦ નંગ દારૂના જથ્થાની પાડવામાં આવેલ આ રેડમાં દારૂના જથ્થા સાથે ત્યાં રહેતા મોનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કારણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે સગા ભાઈઓને ૧૩૦ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો જેની કિંમત રૂપિયા ૪૮,૭૫૦/- તેમજ બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૮,૭૫૦/- ના મુદ્દામાલ કબ્જે કરેલ છે અને બન્ને સગા ભાઈઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
આ અંગે સુત્રો અને શહેરીજનો પાસેથી મળતી માહિતીઓ અનુસાર એક નંગ દારૂના જથ્થા સાથે ઝડપાયેલ ઈસમ પોલીસ કર્મીઓ સાથે ગાઢ મિત્રતા પણ ધરાવતો હોવાનું અને પોલીસ સાથે હરતો-ફરતો હોય તેવી શહેરીજનો પાસેથી માહિતીઓ સામે આવી છે અને આ બાબતમાં ચર્ચાઓ પણ થઈ રહી હોવાનું સામે આવ્યું છે જ્યારે ૧૩૦ નંગ દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બન્ને સગા ભાઈઓમાં એક યુવક અગાઉ પણ દારૂના જથ્થામાં સંડોવાયેલ હોય અને તેમનું અગાઉ પણ અન્ય દારૂની બાબતમાં નામ ખૂલ્યું હોય તેવી પણ સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે જ્યારે બીજો ભાઈ ક્યાં ક્યાં સંડોવાયેલ છે તે અંગેની માહિતીઓ સામે નથી આવી રહી ત્યારે હાલ આ બાબતે ઉપલેટા પોલીસ દ્વારા બન્ને બાબતોમાં અલગ-અલગ ગુનાઓ નોંધી ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. અહીંયા આ બાબતમાં વધુ પૈસા કમાવવાની લાલચ, મોજ મસ્તીની અને નવાબી જિંદગી જીવવા માટે આ યુવાનોએ આ રસ્તો અપનાવ્યો હોવાની પણ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આર્થિક સંકળામણ વધી જતા આ પ્રકારનો ધંધો શરૂ કરી આર્થિક જરૂરિયાત પૂરી કરવા અને નવાબી જિંદગી જીવી મોજ શોખ પૂર્ણ કરવા માટેનો આ રસ્તો અપનાવ્યો હોવાની પણ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.