મારી પુત્રી સામે કેમ જોવે છે કહીં ફ્રુટના ધંધાર્થી પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો - At This Time

મારી પુત્રી સામે કેમ જોવે છે કહીં ફ્રુટના ધંધાર્થી પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો


હનુમાનમઢી પાસે મારી પુત્રી સામે કેમ જોવે છે કહીં ફ્રુટના ધંધાર્થી પિતા-પુત્ર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. બચાવવા વચ્ચે પડેલ તેમના કુટુંબીને પણ મારમારતાં તમામ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે હનુમાનમઢી પાસે છોટુનગર શેરી નં.5 માં રહેતાં પ્રદિપભાઇ પરસોતમભાઈ મોસપરા (ઉ.વ.20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહાદેવ કુંવરિયા , પ્રવિણ કુંવરીયા, લાલા સમેચાનું નામ આપી જણાવ્યું હતું કે, તે ફુટની રેંકડી કાઢી વેપાર કરે છે. ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસમા તે હનુમાનમઢી પાસે એકલો ઉભો હતો ત્યારે પાડોશમા રહેતો મહાદેવ કુવરીયા આવેલ અને કહેલ કે, મારી છોકરીને હેરાન કરવાનુ હવે બંધ કરી દેજે તેમ કહી વાળ પકડીને બે ફડાકા ઝીંકતા તે તેના ઘરે દોડી આવેલ અને તેના પિતાને
પરસોતમભાઈને બાબતની વાત કરતા તેઓ બંને મહાદેવ કુવરીયાના ઘર પાસે તેમને સમજાવવા ગયેલ ત્યારે આરોપી પિતા-પુત્ર ગાળો કાઢી ઝગડો કરવા લાગેલ હતાં.દરમિયાન નજીકમા રહેતા મહાદેવ કુવરીયાના સબંધી લાલાભાઇ સમેચા પણ તદોડી આવી ત્રણેય શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી દિધો હતો. જેમાં પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. તેમજ તેમને છોડાવવા તેમનો ભાઈ પ્રિતમ અને મામા વચ્ચે પડતા તેમને પણ મારમાર્યો હતો. બાદમાં આરોપીઓએ કહેલ કે, હવે તુ મારી દિકરીનું નામ લઇશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.