હળવદ ની દીકરી ચી.પૂજા રવિવારે આજીવન બ્રહ્માકુમારી સંસ્થા માં સમર્પિત થાય છે.. - At This Time

હળવદ ની દીકરી ચી.પૂજા રવિવારે આજીવન બ્રહ્માકુમારી સંસ્થા માં સમર્પિત થાય છે..


વડોદરા ખાતે વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ ની હાજરી માં સમર્પણ સમારોહ યોજાશે

વિશ્વ ની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા ગણાતી બ્રહ્માકુમારીઝ સંસ્થા આમ જોઈ એ તો બહેનો થી ચાલતી સંસ્થા છે જે દેશ અને રાજ્ય ભર મા આધ્યાત્મિક સેવાઓ માં મોખરે છે જેમાં સમર્પિત બહેનો નિઃશુલ્ક મેડિટેશન ની સેવા આપી અનેક લોકો ને તણાવ મુક્ત કરી પરમાત્મા નો પરિચય આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે
હળવદ ના પીઢ પત્રકાર અજયભાઈ તેમજ ક્લ્પનાબહેન દવે ના સુપુત્રી પૂજા હળવદ ની ડી.વી.પરખાની સરકારી શાળા માં અભ્યાસ કરી BCA અને MCA કર્યા બાદ અન્નમલયન યુનિ.માં M.sc ની ડિગ્રી મેળવી વર્ષ 2009 થી પરમાત્મા નું સત્ય જ્ઞાન અને પરમપિતા પરમાત્મા તરફ થી મળેલ પ્રેમ,સુખ,શાંતિ અને પવિત્રતા ના મળેલ વરસા ને પોતાનો પૂરતો સીમિત નહીં રાખી જીવન કાળ દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ મનુષ્ય આત્માઓ ને પરમાત્મા ના જ્ઞાન અને વારસા ની પ્રાપ્તિ કરવાની ઉમદા સેવા પાછલાં પાચ વર્ષ થી વડોદરા ખાતે આવેલા અટલાદરા સેવા કેન્દ્ર માં કરી રહ્યા છે
અટલાદરા બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ચાર ફેબ્રુઆરી રવિવાર ના રોજ પૂજા બહેન સહિત અન્ય પાચ બહેનો આજીવન પ્રભુ સેવામાં સમર્પણ કરશે આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના એડી. એડમીનીસ્ટ્રીટીવ હેડ ડો.જયન્તી દીદી પણ સહિત અટલાદરા સેવા કેન્દ્ર ના સંચાલિકા ડો.અરુણાબહેન તેમજ શહેર ની વિવિધ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ના સંચાલિકા બહેનો તેમજ વિવિધ સંસ્થા ના આગેવાનો,રાજકીય આગેવાનો,ઉદ્યોગપતિઓ સહિત ના લોકો ઉમટી પડશે
આજીવન પોતાની જિંદગી પ્રભુ સેવા માં સમર્પિત કરી હળવદ ની દીકરી પૂજા બહેને હળવદ બ્રહ્મ સમાજ સહિત હળવદ નું ગૌરવ વધાર્યું છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.