તને 35 લાખ રૂપિયા નથી આપવા’ કહીં વેપારી પર લખધીરસિંહ ચૌહાણનો હુમલો
પેડક રોડ પર જઈ રહેલાં ઇમિટેશનના વેપારી જયેશભાઈ વોરાને આંતરી લખધીરસિંહ ચૌહાણે તને રૂ.35 લાખ નથી આપવા કહીં સાંકળ વડે મારમારી પિતા-પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે જાગનાથ પ્લોટ શેરી નં.4 માં રહેતાં જયેશભાઈ મણીલાલ વોરા (ઉ.વ.53) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લખધીરસિંહ ડાયા ચૌહાણ (રહે. શક્તિ સોસાયટી, શેરી નં.20) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પેડક રોડ પર સિલ્વર માઉન્ટ બિલ્ડીંગમાં ત્રીજા માળે લક્ષ્મી જવેલર્સ નામની ઈમીટેશનની દુકાન ચલાવે છે.
તેઓને કિશોરભાઈ ડાયાભાઈ ચૌહાણ સાથે છેલ્લા પાંત્રીસેક વર્ષથી ભાગીદારીનો ધંધો હોય જેથી તેમની સાથે જુના સંબંધ છે. તેનો નાનો ભાઈ લખધીરસિંહ ચૌહાણ અને નાનાભાઈ જયેશભાઈ પેઢી સંભાળે છે. જયેશ અને લખધીરસિંહને પોતાની પેઢીમાં ધંધાર્થે રૂપિયાની જરૂરીયાત હોવાથી કિશોરભાઈએ રૂપિયાની માંગણી કરી હતી.
પરંતુ સાતેક વર્ષ પહેલા કે.ડી. જવેલર્સ જે પેઢીમાં જયેશ અને લખધીરસિંહ ભાગીદાર હોય જેને ધંધાર્થે રૂપિયા 35 લાખ હાથ ઉછીના ચેકથી આપેલ જે રૂપિયા આજ સુધી લેવાના બાકી છે. જે મામલે અગાઉ આરોપીએ ફોન કરી ગાળો દઈ તમારા રૂપિયા આપવા નથી તેમ કહી ધમકીઓ આપેલ હતી.
ગઈકાલે બપોરના તેઓ દુકાનેથી ઘરે જમવા માટે જતાં હતાં ત્યારે પેડક રોડ એસબીઆઈ બેંક સામે ખોડીયાર જવેલર્સ પાસે તેઓ પહોંચતા લખધીરસિંહ ઘસી આવેલ અને ગાળો આપી તમારા રૂપિયા દેવા નથી થાય તે કરી લેજો કહી તેની પાસે રહેલ લોખંડની સાંકળ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી તું અને તારા બંને દીકરાને જાનથી મારી નાખીશ કહી ગાળો દેવા લાગેલ અને ફરીવાર સાંકળથી ફટકારવા લાગેલ હતો. બાદમાં તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
બાદમાં ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદીને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.