પરશોત્તમ રૂપાલા એ સદભાવના વૃધ્ધાશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી, વૃધ્ધ વડીલ માવતરોનાં આશીર્વાદ મેળવ્યા. રાષ્ટ્રીય કક્ષાએ સેવા સંસ્થાઓ સંગઠિત થાય – પરશોત્તમ રૂપાલા
પરશોત્તમ રૂપાલા એ સદભાવના વૃધ્ધાશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી, વૃધ્ધ વડીલ માવતરોનાં આશીર્વાદ મેળવ્યા.
રાષ્ટ્રીય કક્ષાએ સેવા સંસ્થાઓ સંગઠિત થાય - પરશોત્તમ રૂપાલા
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એ ગુજરાતના સૌથી મોટા સદભાવના વૃધ્ધાશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પરશોતમ રૂપાલા એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયકક્ષાએ અને રાજય કક્ષાએ પણ સેવાકીય સંસ્થાઓનું સંગઠન બને અને તે ભારત સરકાર અને રાજય સરકાર સાથે રહીને દેશના વિકાસમાં સંકલન અને સંવર્ધનનું કામ કરે તે અંગે પોતાનું બહુમુલ્ય માર્ગદર્શન આપ્યું હતું. વૃધ્ધાશ્રમની વડીલોની સેવાની તેમજ વૃક્ષારોપણ તેમજ અન્ય જીવદયાની પ્રવૃતિઓને બીરદાવતા રૂપાલા એ કહયું હતું કે, સંસ્થાને અથવા અન્યને કોઈપણ સેવાકીય કાર્ય માટે કોઈને પણ કયારેય પણ જરૂર પડે તો રાત-દિવસ સાથે રહેવાની પણ ખાતરી આપેલ હતી.
પરશોત્તમ રૂપાલા એ વૃધ્ધાશ્રમના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી તેમજ વૃધ્ધાશ્રમમાં બીરાજમાન માવતરોની વંદના પણ ભાવપૂર્વક કરી હતી. આ પ્રસંગે પરશોતમભાઈ રૂપાલા ના વરદ હસ્તે વૃધ્ધાશ્રમમાં તન, મન, ધનથી સહયોગી થનાર શ્રેષ્ઠીઓનું અભિવાદન પણ કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા કે જેઓ સદભાવના વૃધ્ધાશ્રમમાં સતત ધન, મન, ધનથી સહયોગ આપતા જ રહયાં છે તેમણે વૃધ્ધાશ્રમ દ્વારા આગામી મહિનાઓમાં રાજકોટના જામનગર રોડ પર આવેલ પડધરી નજીક રામપર ગામ ખાતે ૩૦ એકર જગ્યામાં ૨૦૦ કરોડના માતબર ખર્ચે નિર્માણાધીન સદભાવના વૃધ્ધાશ્રમની પ્રવૃતિઓ અંગે પણ સતત પોતાના અંગત તેમજ સમાજના સહયોગથી સૌ વતી ખાતરીઆપી હતી.
આ પ્રસંગે પરશોત્તમ રૂપાલા સાથે સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધનસુખભાઈ ભંડેરી, સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, રાજુભાઈ રૂપાપરા, કેતનભાઈ પટેલ, ડો. દિનેશભાઈ ચોવટિયા, પ્રતાપભાઈ પટેલ(ટર્બો બેરીંગ), દિલીપભાઈ લાડાણી, ઉદ્યોગપતી મનુભાઈ ભાલાળા, વસંતભાઈ લીંબાસીયા, પ્રિતેશભાઈ પટેલ, પરસોતમભાઈ કામાણી , હરીસિંઘભાઈ સુચારીયા, એડવોકેટ ડો. માધવ દવે, ધીરૂભાઈ કાનાબાર, ભુપતભાઈ રાદડીયા, મનીષભાઈ ભટ્ટ, યોગેશભાઈ પાંચાણી, અજીતભાઈ ભીમજીયાણી, આનંદભાઈ અમૃતિયા, ડો.ભાવેશભાઈ કાનાબાર, હેંમતભાઈ તળપદા, ચંદ્રેશભાઈ પટેલ, નીરજભાઈ બેચરભાઈ અનડકટ, પ્રતિક સંઘાણી, ભાવનાબેન મંડલી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં. સમગ્ર મંચ કાર્યક્રમનું સંચાલન મિતલ ખેતાણીએ કર્યું હતું.
સંસ્થાના યુવા પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિ:સંતાન, નિરાધાર, પથારીવસ જરૂરિયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), કેન્સરગ્રસ્ત નિ:સંતાન વડીલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા નિ:સંતાન, પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે. આ અંગે વધુ માહિતી માટે સદભાવના વૃદ્ધાશ્રમ (મો. 80002 88888) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.