ધન્ય ધરા બોટાદને આંગણે પાળીયાદ ઠાકરની પધરામણી નિમિત્તે યોજાશે અતિ ભવ્ય શોભાયાત્રા
ધન્ય ધરા બોટાદને આંગણે પાળીયાદ ઠાકરની પધરામણી નિમિત્તે યોજાશે અતિ ભવ્ય શોભાયાત્રા
કવિ શ્રી બોટાદકરની જન્મભૂમિ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવી ધન્ય ધરા બોટાદને આંગણે 14 વર્ષ પછી શ્રી નિર્મળાબા ઉનડબાપુના આશીર્વાદથી અને પાળીયાદ ધામના સંચાલક એવા પૂજ્ય ભયલુબાપુના માર્ગદર્શન થકી વિહળ પરિવાર બોટાદ દ્વારા પાળિયાદ ઠાકરની પધરામણી તારીખ 12/05/2024 થી 21/05/2024 સુધી બોટાદના દરેક સેવકોના ઘરે થાય એવું આયોજન કરવામાં આવેલ છે. આ પધરામણી નિમિતે તારીખ 12/05/2024 ને રવિવારના રોજ અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ શોભાયાત્રામાં હાથી, ટ્રેડિસનલ અશ્વ સવાર સાથે અશ્વો,પાળીયાદ ધામની પરંપરાગત પેઢી દર્શન,પાળીયાદ ધામના હાલના મહંત નિર્મળાબા ,સંતો-મહંતો, રાસ મંડળી,ધૂન મંડળી,બુલેટ,કાર,ડીજે તેમજ ચોટીલાના પ્રખ્યાત બેન્ડ જોવા મળશે જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બનશે અને શોભાયાત્રામાં ચાર ચાંદ લગાવી દેશે.આ ભવ્ય શોભાયાત્રા પંજવાણી કાંટાથી,હવેલી ચોક,દીનદયાળ ચોક,જ્યોતીગ્રામ સર્કલથી મહાદેવ ગાર્ડન & રેસ્ટોરન્ટર, ગઢડા રોડ પર પૂર્ણ થશે. આ શોભાયાત્રા બાદ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવેલ છે.વિહળગ્રુપ બોટાદ દ્વારા સમગ્ર આયોજનની ઝીણવટ ભરી તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે અને બોટાદ નગરના દરેક ભાવિક ભક્તોને આ ભવ્ય શોભાયાત્રામાં દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.
અહેવાલ કનુભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.