36 ફાટક પર રેલવે અંડર બ્રિજ બનશે - At This Time

36 ફાટક પર રેલવે અંડર બ્રિજ બનશે


હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર 40 - સહી કે ટકાથી વધુ કામગીરી પૂર્ણ, માર્ચ 2025માં કામગીરી પૂર્ણ થવાની શક્યતા

હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 40 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે માર્ચ 2025માં કામગીરી પૂર્ણ થશે. ત્યારે હાલમાં સ્ટેશનો અને પુલના કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ખેડબ્રહ્મા 54.33 કિમિ બ્રોડગેજ રેલવે લાઈનનું કામકાજ પુરજોશમાં ચાલુ છે. બીજી તરફ 54.33 કિમીમાં આવતા 36 રેલવે ફાટક પર રેલવે અન્ડર પાસ બનશે જ્યારે જુના નદી નાળા પર બ્રોડગેજ

સ્ટાન્ડર્ડ 10 મોટા અને 40 નાના પુલ બનાવાશે. હાલમાં પુલ ઉપરાંત ઇડર અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર કામગીરી ચાલી રહી છે. બીજી તરફ અર્થ વર્ક પણ ચાલી રહ્યું છે. ત્યારે હાલમાં 40 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ છે તો આગામી

માર્ચ 2025માં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે.

હિંમતનગરમાં હાથમતી નદી પર 355 મીટર લાંબો 14 પિયર વાળો બની રહ્યો છે. જેમાં 7 પિયર તૈયાર થઈ ગયા છે. તો બાકીના 7 પિયર અને બે અબડમેન્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તો હિંમતનગરના ધાણધા રેલવે ફાટક રહેશે. ROB બનશે ત્યારે રેલવે ફાટક બંધ થશે. બીજી તરફ હાથમતી ઓવરબ્રિજ બની રહ્યો તે રેલવે ફાટક બંધ થશે અને U અંડર પાસ બનશે.હિંમતનગરથી ખેડબ્રહ્મા 54.33 કિમિ સુધીમાં અર્થ વર્ક પુરજોશમાં ચાલી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.