કેરી જોઈને લઈશ કહેતાં સિક્યુરિટીમેન પર અજાણ્યાં ત્રણ શખ્સે હુમલો કરી આંખ ફોડી નાંખી
રૈયાચોકડી પાસે કેરીના બોક્સના ભાવ મામલે ચડભડ થયા બાદ સિક્યુરીટીમેન પર કેરીના ધંધાર્થીઓ તૂટી પડ્યા હતાં. આંખ પર ધુમ્બો મારી દેતા સિક્યુરીટીમેનની આંખનો પડદો તૂટી ગયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી શાંતીભાઇ રતનસિંહ નકુમ (ઉ.વ.53),(રહે.રાણીમા રૂડીમા ચોક પાસે આર.એમ. સી ક્વાર્ટર નં.13 રૈયાધાર) કાલાવાડ સિક્યુરીટીમાં સિક્યૂરીટી મેન તરીકે નોકરી કરે છે. તેઓ ગઈકાલે તેના દોહિત્ર રોહીત સાથે વેકેશન હોય જેથી ફરવા માટે રાજકોટમાં નીકળેલ હતાં. સાંજના છ વગયાની આસપાસ તેઓ રૈયારોડ પર આવેલ સદગુરૂ કોમ્પ્લેક્ષની સામે નિચે રોડ પર કેરી વહેંચતા હોય જેથી ત્યાં ગયેલ હતાં. ફરિયાદીએ કેરીના એક બોક્ષનો ભાવ પુછતા તેણે કેરીના એક બોક્ષના ભાવ રૂ.700 જણાવેલ જેથી તેમને કહેલ કે, મને આટલો ભાવ ન પોસાય રૂ.500 માં આપવું હોય તો લેવું છે.
દરમિયાન કેરીવાળાએ રૂ.600 માં બોક્ષ આપવા તૈયાર થયેલ પણ તેને ભાવ પોસાય તેમ ન હોય જેથી તેઓ ત્યાંથી નીકળી થોડે આગળ પહોંચેલ ત્યારે કેરી વેચનાર અને બે અજાણ્યાં શખ્સો તેમની પાસે આવેલ કહેલ કે, તમે રૂ. 500 માં કેરીનુ બોક્ષ લઇ લો જેથી ફરિયાદીએ કહેલ કે, હુ કેરીનુ બોક્ષ ચેક કરીને લઇશ કહેતાં જ અજાણ્યાં શખ્સો ઉશ્કેરાઇ ગયેલ અને બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારવા લાગેલ હતાં.
જેમા એક શખ્સે તેમને ડાબી આંખમા ઢીકો મારતાં આંખનો પડદો તૂટી ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરતાં ટીમ દોડી આવી હતી અને ત્રણેય શખ્સોને પોલીસ મથકે લઈ ગઈ હતી. બાદમાં ફરિયાદીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.