રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ, રસ્તા નદીમાં ફેરવાયા, ભારે પવનથી સોલાર પેનલ ઉડી, આજી-2 ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા - At This Time

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ, રસ્તા નદીમાં ફેરવાયા, ભારે પવનથી સોલાર પેનલ ઉડી, આજી-2 ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા


રાજકોટમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. જોકે આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. તેમજ શહેરની શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઇવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી.

જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ પહોચી નથી. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. રાજકોટમાં મીની વાવાઝોડા જેવા માહોલના પગલે અનેક સ્થળોએ વૃક્ષો તથા વીજ પોલ ધરાશાયી થયા હતા. જેમાં 3 કાર, 1 રીક્ષા તથા 3 ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.