નામચીન બિલ્કીસ અને તેના પુત્રનો મહિલા કોન્સ્ટેબલના ભાઈ સહિત બે પર હુમલો - At This Time

નામચીન બિલ્કીસ અને તેના પુત્રનો મહિલા કોન્સ્ટેબલના ભાઈ સહિત બે પર હુમલો


શહેરને અવારનવાર બાનમાં લઈ જાહેરમાં કે ઘરમાં ઘુસી કે શાળામાં ઘુસી હુમલો કરવા ટેવાયેલ કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીની પત્ની બિલ્કીસને પોલીસનો ભય જ ન હોય તેમ તેના પુત્ર સાથે મળી થોડા સમય પહેલાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કર્યા બાદ ગઈકાલે મહિલા કોન્સ્ટેબલના ભાઈ અને તેના સહપાઠીને બેફામ મારમારતાં ગાંધીગ્રામ પોલીસ મથકે બે અલગ-અલગ ફરિયાદ નોંધાતા સ્ટાફે બિલ્કીસ, તેના પુત્ર સહિત ચાર શખ્સોને દબોચી લીધાં હતાં.
બનાવ અંગે બજરંગવાડી પુનીતનગર-2 માં રહેતાં નવાજભાઇ મુસ્તાકભાઈ સુમરા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત બિલ્કીસ, તેણીનો પુત્ર કેનન (રહે. બંને વાંકાનેર સોસાયટી) અને એક અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે એચ.એન.શુકલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તે તેઓના સમાજની પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે બજરંગવાડી સર્કલ પાસે મોમીન સોસાયટીમાં આવેલ સમ્સ વિધ્યાલયમાં ગયેલ અને સ્પાધામક પરીક્ષાની તૈયારી રૂપે પરીક્ષા ચાલુ હતી.
દરમિયાન ચારેક વાગ્યાની આસપાસ બિલ્કીસનો પુત્ર કોનેન તથા એક અજાણ્યો શખ્સ ક્લાસ પાસે આવેલ અને મને બહાર આવવાનું કહેતાં જેથી તે ક્લાસની બહાર આવેલ તો કોનેન તથા તેની સાથે આવેલ અજાણ્યા શખ્સે કહેલ કે, તું નગ્માબેનનો ભાઇ છો ને કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ અને તે દરમ્યાન ક્લાસીસના સંચાલક ઇમરાન ખાન તથા બીજા શીક્ષકો દોડી આવેલ અને તેમને આવી ને મને છોડાવેલ બંનેને સ્કૂલની બહાર કાઢેલ અને થોડીવાર બાદ કોનેનની માતા બિલ્કીસ ઘસી આવેલ અને સ્કુલની અંદર આવી તુ નગ્માબેનનો ભાઇ છો ને એમ કહી બે ફડાકા ઝીંકી દિધેલ અને જપાજપી કરવાં લાગતાં શીક્ષકો દોડી આવેલ અને તેઓને છુટા પાડેલ હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવેલ કે, તેમના મોટાબેન નગ્માબેન ગાંધીગ્રામ પોલીસ મથકમાં કોસ્ટેબલ તરીકે નોકરી કરતા હોઈ અને તેમને બિલ્કીસના ઘરે દારુની રેઈડમા સાથે ગયેલ હોઈ જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.
જ્યારે ત્યાં જ અભ્યાસ કરતાં અને પરસાણા નગ2 શેરી નં-9 માં રહેતાં જુનેદભાઇ અનવરભાઈ ખીયાણી (ઉ.વ.23) નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ સમ્સ વિધ્યાલયમાં ક્લાસીસમા ગયેલ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રૂપે પરીક્ષા ચાલુ હતી. દરમ્યાન બિલ્કીસનો પુત્ર કોનેન તથા અજાણ્યો શખ્સ સ્કુલની અંદર આવી નવાજ સાથે ઝગડો કરતાં હોય અને તેને બહાર કાઢી ક્લાસીસની વિધ્યાર્થીનીઓને બહાર કાઢતો હતો.
તે દરમિયાન બિલ્કીસ અને તેનો પુત્ર કોનેન તથા બે અજાણ્યા શખ્સો મર્સીડીઝ કારમા ઘસી આવી ક્લાસીસની વિધ્યાર્થીનીઓને ગાળો આપતા તેમને ગાળો દેવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી બીલ્કીશે પાઇપ વડે ફટકારી પગમાં ઇજા કરી હતી. તેમજ કોનેન તથા બે શખ્સોએ તેને પકડી ઢીકાપાટુનો માર મારેલ હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી પીઆઈ એમ.જી.વસાવાની રાહબરીમાં પીએસઆઈ વિ. એચ.પરમાર અને ટીમે કુખ્યાત બિલ્કીસ અને તેના પુત્ર સહિતના ચાર શખ્સોને દબોચી લીધાં હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.