ગાંધીનગરના કલોલ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલોલ રોડ પર આવેલા સોપાન-2માં રહેતા હિરલબેન અમૃતભાઈ પ્રજાપતિના ઘરમાંથી બે મોબાઈલની ચોરી થઈ છે.
ઘટના મુજબ, હિરલબેન ઘરે આવેલા મહેમાનને મૂકવા માટે નીચે ગયા હતા.આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમના ઘરમાંથી વીવો કંપનીના બે મોબાઈલની ચોરી કરી લીધી. મોબાઈલની કુલ કિંમત ₹49,490 છે.પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
