દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા વસી ગામમાં એનએસએસ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું
સર ભવાનીસિંહ વિદ્યાલયમાં છેલ્લા 20 વર્ષથી એનએસએસનો પ્રોગ્રામ ચાલે છે એનએસએસ એટલે રાષ્ટ્રીય સેવા યોજના . જેના થકી શાળાના વિદ્યાર્થીઓ પસંદ કરેલ ગામમાં જઈ ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં સામાજિક જાગૃતિ લાવવા માટેના વિશેષ કાર્યક્રમો કરવામાં આવે છે. ગામમાં સ્વચ્છતા માટે ગામરેલી, ગ્રામસભા, શેરી નાટકો કરવામાં આવે છે. 15 ફેબ્રુઆરી 2024 ના રોજ સર ભવાનીસિંહ વિદ્યાલયના ધોરણ 11ના સો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોના યુનિટ દ્વારા ત્યાં એન એસ એસ ની સાત દિવસની શિબિરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી વી કે પરમાર સાહેબે વિશેષ પ્રવચન આપ્યું હતું. છેલ્લે NSS પ્રોગ્રામ ઓફિસર જે વી ચૌધરી અને આર આર અપારનાથીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.