૨૯ અને ૩૦ મી મે, ૨૦૨૩ના રોજ બાકી રહેલા તમામ બાળકોને ઘરે ઘરે જઈને પીવડાવાશે પોલીયોના બે ટીંપા
૨૯ અને ૩૦ મી મે, ૨૦૨૩ના રોજ બાકી રહેલા તમામ બાળકોને ઘરે ઘરે જઈને પીવડાવાશે પોલીયોના બે ટીંપા
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા આગામી તા.૨૮ મી મે,૨૦૨૩ને રવિવારના રોજ સવારનાં ૦૮:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બાળકોને નિયત કરેલ બૂથ પર એસ.એન.આઈ.ડી. પોલીયો રાઉન્ડ યોજવામાં આવશે ત્યારે પોલિયો રાઉન્ડ અંતર્ગત જિલ્લામાં ૮૯,૨૭૦ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આમ તો ભારતમાં પોલીયો નાબુદી થઇ ગયેલ છે પરંતુ અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત વસ્તીને ધ્યાને લઇ હાઈ રીસ્ક વિસ્તારને અનુલક્ષીને બોટાદ જીલ્લામાં એસ.એન.આઈ.ડી. પોલીયો રાઉન્ડ અંતર્ગત ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવવામાં આવશે તા.૨૯ અને ૩૦ મી મે, ૨૦૨૩ના રોજ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને બાકી રહેલ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. ઉપરાંત જાહેર જગ્યાઓ જેવી કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેળાઓ, હાટ બજાર, ધાર્મિક સ્થળો વગેરે જેવી જાહેર જગ્યાઓ કે જ્યાં સતત લોકોની અવર-જવરનાં સ્થળે કુલ ૧૯ ટ્રાન્ઝીસ્ટ બૂથ પર અને વાડી વિસ્તાર, દુર્ગમ વિસ્તાર, ઈટોનાં ભઠ્ઠા, બાંધકામના સ્થળો જેવા સ્થળોએ ૨૦ મોબાઈલ ટીમ દ્વારા બાળકોને શોધી પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ કામગીરીમાં ૧૦૦% સિદ્ધિ મળે તે માટે દરેક તાલુકામાં લાઈઝન અધિકારીશ્રી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ તાલુકામાં ૩૯,૪૮૩, ગઢડા તાલુકામાં ૨૪,૨૯૦, બરવાળા તાલુકામાં ૯,૩૯૦ અને રાણપુર તાલુકામાં ૧૬,૧૦૭ સહિત કુલ ૮૯,૨૭૦ બાળકોને પોલીયો રસીનાં બે ટીપાં પીવડાવી પોલીયો મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ પોલીયા રાઉન્ડ દરમિયાન બોટાદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-૧૮, શહેરી આરોગ્ય કેન્દ્રો-૦૪ સહિત જિલ્લાના કુલ- ૩૬૩ બૂથ પર ૭૧૫ ટીમના ૧,૪૩૦ આરોગ્ય કર્મચારી અને ૭૩ સુપરવાઈઝર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશ બોટાદ જિલ્લાનાં તમામ નાગરિકોને પોતાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલીયો મુકત બનાવવાનાં અભિયાનમાં સહભાગી થવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે. એસ. કનોરીયા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.