કોર્પોરેટર તરીકે સરકારે માન્ય ગણ્યા છતાં મનપાના સેક્રેટરીએ સાગઠિયા અને ભારાઈને પ્રવેશ ન આપ્યો
જનરલ બોર્ડમાં વિપક્ષનો પહેલો પ્રશ્ન બીજી તરફ બે કોર્પોરેટરને પોલીસે ધક્કા મારીને કચેરીની બહાર કાઢ્યા
સેક્શન ઓફિસર સાથે વાત કરાવી છતાં મનપાના નામનો નવો હુકમ આવે તો જ માન્ય ગણશે તેમાં મક્કમ
રાજકોટ મહાનગરપાલિકાનું આજનું જનરલ બોર્ડ શરૂ થતા પહેલાં જ તોફાની બન્યું હતું. વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈને ફરીથી કોર્પોરેટર ગણવા અને પક્ષાંતર ધારાનો હુકમ અમલ અટકાવવા માટે કોર્ટે આદેશ આપ્યો હતો અને સાગઠિયા નામોનિર્દિષ્ટ વિભાગમાંથી પણ લખાણ લાવ્યા હતા કે તેમનો હુકમ હવે અમલી નથી. આ બંને હુકમની સાથે તેઓએ બોર્ડમાં પ્રવેશ માટે સેક્રેટરીને પત્ર આપ્યો હતો. જોકે સેક્રેટરી એચ.પી. રૂપારેલિયાએ જણાવ્યું કે, શહેરી વિભાગ મનપાને આ પત્ર લખે તો જ તેઓ માન્ય ગણશે. જેને લઈને શહેરી વિકાસ વિભાગના સેક્શન ઓફિસરને સાગઠિયાએ ફોન કરી સેક્રેટરી સાથે વાત કરાવી હતી. આમ છતાં તેઓ માન્યા ન હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.