ગીર સોમનાથ અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષ સ્થાને રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો સોમનાથ ખાતે પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ*
*ગીર સોમનાથ અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસિયાના અધ્યક્ષ સ્થાને રાજ્યસભા અને લોકસભાના સભ્યોનો સોમનાથ ખાતે પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ*
-----------
*તા.૪ સપ્ટેમ્બરના રોજ ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડીઝાસ્ટર પ્રિપેરનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત યોજાશે બેઠક*
-----------
ગીર-સોમનાથ. તા.૨: રાજ્યસભા અને લોકસભાની કમિટિના સભ્યો તા.૪ સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથની મુલાકાત લેવાના છે. જેમના પ્રવાસના સુચારુ આયોજન અંગે ગીર-સોમનાથ અધિક કલેકટર શ્રી બી.વી.લીબાસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી.
આ મિટિંગમાં અધિક કલેક્ટરશ્રી બી.વી.લીબાસિયાએ રાજ્યસભા અને લોકસભાની કમીટીના સભ્યોની ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી સાથે બેઠક અંગે તેમજ સોમનાથ દર્શન-પૂજનના સુચારુ આયોજન અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રવાસ દરમિયાન સુચારુ આયોજન માટે લાઈઝન અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ તકે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાહુલ ગમારા, નાયબ ક્લેકટર શ્રી ભૂમિકાબેન વાટલીયા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ.એસ.રોય, વેરાવળ શહેર મામલતદાર શ્રી શામળા, મામલતદાર શ્રી આરજુ ગજ્જર, મામલતદાર શ્રી કરગઠીયા સહિતના પ્રવાસ અંતર્ગત લાઈઝનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.