શહેરમાં બે મહિલા સહિત વધુ ચાર વ્યક્તિના હાર્ટએટેકથી મોત
એક આધેડ કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા, તો એક મહિલા પતિના ઓપરેશન માટે રાજકોટ ભાઇના ઘરે આવ્યા’તા
શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના યથાવત્ રહી છે. છેલ્લાં 24 કલાકમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિના હાર્ટફેઇલ થઇ ગયા હતા. મૃતક ચાર પૈકીના એક આધેડ કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા, જ્યારે એક મહિલા જામનગરથી તેમના પતિના ઓપરેશન માટે રાજકોટ તેમના ભાઇના ઘરે આવ્યા હતા અને તેમનું હાર્ટફેઇલ થઇ ગયું હતું. ભીચરી નજીક એચ.એન.શુક્લ કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અને કોલેજના જ ક્વાર્ટરમાં રહેતા જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.49) સવારે પાંચેક વાગ્યે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. જીવાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.
મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, જીવાભાઇને રાત્રે છાતીમાં થોડું દુખતું હોઇ દવા લઇને સુતા બાદ બેભાન થઇ ગયા હતા. હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.