પ્રસુતિની પીડાથી પીડાતી મહિલા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બની દેવદૂત* - At This Time

પ્રસુતિની પીડાથી પીડાતી મહિલા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બની દેવદૂત*


*પ્રસુતિની પીડાથી પીડાતી મહિલા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બની દેવદૂત*
***************
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લક્ષમણપુર ગામની મહિલાને રાત્રીના સમયગાળા દરમિયાન પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પીડિતાની યોગ્ય સારવાર કરી બાળક અને માતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.

૧૦૮ એમ્બ્યુલન્સના ભુપેન્દ્રભાઈ જણાવે છે કે રાત્રિના લગભગ ૧૦.૪૫ કલાકે અમારી ટીમને લક્ષમણપુરા ગામના રમણભાઈનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે મારાં પત્ની શારદાબેનને પ્રસુતિની પીડા ઉપડી છે. અસહ્ય પીડા થઇ રહી છે.

આ જાણતા જ ૧૦૮ના મહેશભા ગાઢીયા, ઇમ્તિહાસભાઇ મન્સુરી અને તેમની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહિલાની તપાસ કરતા બાળકનુ માથું બહાર આવી ગયું હતું અને બાળકના ગળામાં નાળ વીંટળાઈ ગઈ હતી. આ પરીસ્થિતિ જોતા ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ક્લેમ્પ લગાવી નાળ કાપીને સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી.પરંતુ ડીલેવરી બાદ બાળકના પલ્સ ઓછા હતા અને શ્વાસ બંધ હતો. તુરંત સી.પી. આર આપી તેમજ યોગ્ય કાર્યવાહી કરીને બાળકના પલ્સ અને શ્વાસ શરુ કરવામાં આવ્યો હતો.

મહિલાને તમામ પ્રાથમિક સુવિધા ઘટના સ્થળે આપ્યા બાદ બાળક અને માતાને નજીકની PHC મુડેટી ખાતે અન્ય સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. હાલમાં બાળક અને માતા સ્વસ્થ છે.આ માટે પરિવારજનોએ ૧૦૮ સેવા અને સરકારનો આભાર માન્યો હતો. યોગ્ય સમયે મહિલાની સારવાર કરતા ૧૦૮ એમ્બયુલન્સ સેવા સાચા અર્થે દેવદૂત બની છે.

**********************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.