ધોલેરા તાલુકા ના ભડિયાદ ગામે ઘરની સામે બેસવા દેવાની ના પડતાં માથાકુટ
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકા ના ભડિયાદ ગામે ઘરની સામે બેસવા દેવાની ના પડતાં માથાના ભાગે લોહીની ફૂટ કરી બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાનાં ભડિયાદ ખાતે રહેતા વાલજીભાઇ વશરામભાઇ જાદવ ગઈ કાલ સાંજે આઠેક વાગ્યે જમીનેને પોતાના ઘરની બહાર અવાજ આવતો હોય જોવા માતે બહાર નીકળેલ હતા તે સમય દરમિયાન તેમના ઘરની સામે દશરથભાઈ નારણભાઇ પરમાર નામના વ્યક્તિ બેઠા હતા જેથી વાલજીભાઇ દ્વારા તેમણે ત્યાં બેસવાની ના પડતાં દશરથભાઈએ કહેલ કે આ જગ્યા કોઈના બાપની નથી. પછી તેમના દ્વારા બોલાચાલી કરી , વાલજીભાઇને જમણા ગાલે ઉપર 2 તમાચા મારી ઝપાઝપી કરવા લાગેલ અને તે દરમ્યાન માથાના ભાગે પત્થર જેવુ કઈક મારેલ જેથી વાલજીભાઇએ બૂમાબૂમ કરતાં તેઓ ભાગી ગયા હતા અને વાલજીભાઇને બીભત્સ ગાળો બોલતા અને તને હવેથી ના પાડીશ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.વાલજીભાઇના બેન અને પાડોશીઓ દ્વારા 108 ને કોલ કરી બોલાવી ધંધુકા સરકારી દવાખાને સારવાર માટે લાવેલ હતા તેમની સારવાર ચાલી રહી છે ને વાલજીભાઇ દ્વારા ધોલેરા પોલિસ સ્ટેશન ખાતે જણાવેલ ઈસમ વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.