આજે ગાંધીનગર માં આવેલ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ માં પ્રિ – પ્રાઈમરી સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગર માં આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ માં પ્રિ - પ્રાઈમરી એટલે કે નર્સરી થી ધોરણ - ૨ ના વિદ્યાર્થીઓ નો સ્પોર્ટ્સ ડે ઉજવાયો જેમાં નાના ભુલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આજરોજ ગાંધીનગર ના સરગાસણ માં આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ અવનવા પ્રોગ્રામ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે અનુલક્ષી ને આજે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી રાખેલ હતી જેમાં વિવિધ સ્પોર્ટ્સ ની રમતો જેવી કે યોગા, દોડ, સ્કેટિંગ, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોરડા ખેંચ વગેરે જેવી રમતો રમાડવામાં આવી અને તેમાં વિજેતા વિદ્યાર્થીઓનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું, આ પ્રસંગે રેવન્યુ સેક્રેટરી શ્રી પટેલ સાહેબ, ડૉ . ભાવેશ પટેલ અને સ્કૂલ ના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. તેઓ એ પણ આ સ્પોર્ટ્સ ડે ને અનુલક્ષીને ઉદ્બોધન આપ્યા જેમાં બાળકો વધુ ને વધુ સ્પોર્ટ્સ માં જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી અને અંતે રાષ્ટ્ર ગીત દ્વારા પ્રોગ્રામ ની સમાપ્તિ જાહેર કરેલ હતી.
રિપોર્ટ :- શાસ્ત્રી પુષ્પક શુક્લ
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.