રાણપુર તાલુકાનો સપ્ટેમ્બર-૨૦૨૪ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ”કાર્યક્રમ તા.૨૫/૦૯/૨૦૨૪ના રોજ યોજાશે
રાણપુર તાલુકાનો સપ્ટેમ્બર-૨૦૨૪ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ”કાર્યક્રમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,બોટાદ (ડી.આર.ડી.એ)ના અધ્યક્ષસ્થાને તા.૨૫/૦૯/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાણપુર મામલતદાર,કચેરી ખાતે યોજાશે આ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધી અરજી કરવા મામલતદાર, રાણપુર દ્વારા જણાવવામાં આવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.