133મી ડો.બી.આર.આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે ગૌતમ બુધ્ધ ચેરીટ્રેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છાસનુ વિતરણ - At This Time

133મી ડો.બી.આર.આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે ગૌતમ બુધ્ધ ચેરીટ્રેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છાસનુ વિતરણ


આજરોજ તા.14 એપ્રીલ 2024
ભારતની નારી મુક્તિ દાતા, કોલંબિયા યુનિવર્સિટીમાં 300 વર્ષના ઇતિહાસમાં નંબર-1 વિદ્યાર્થી, વિશ્વવિભૂતિ,
ભારત રત્ન, સિમ્બોલ ઓફ ધ નોલેજ, કાયદા ના પિતા બંધારણના ઘડવૈયા,
ડો.ભીમરાવ આંબેડકર 133 મી જન્મ જયંતી રાજકોટમાં ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી 150 ફૂટ રીંગ રોડ ડો.બી.આર.આંબેડકર સર્કલ થી શરૂઆત થઈ જ્યાં પારડી થી રેલી એકત્રિત થઈ હતી.
ગૌતમ બુધ્ધ ચેરીટ્રેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂઆતથી છાસનુ વિતરણ ચાલુ રહ્યું હતું,મવડી ચોકડી નાના મોવા ચોક જ્યાં મોવાથી રેલીના સાથી મિત્રો જોડાયા અને રાજનગર ચોક પહેલાથી જ ઠંડા પીણાનુ વિતરણ શરૂઆત થઈ ચૂકી હતી રાજનગર ચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકર ફૂલહાર કરી રેલીમાં લોકોનો માહોલ વધ્યો હતો, ત્યાંથી કોટેજા ચોક,જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક, જબરદસ્ત રેલીનો માહોલ જામ્યો હતો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા હોસ્પિટલ ચોકમા અલગ અલગ સંસ્થાઓ, આગેવાનો દ્વારા ઠંડા પીણા,છાસ પાણી, નાસ્તો, મહા માનવના બુક સ્ટોર,ચોપડા વિતરણ,સ્ટોર તેમજ જમવાનું જબરદસ્ત આયોજન કરાયું હતું, નાના,નાના,ભૂલકાઓ તેમજ લોકો હેરાન પરેશાન ના થાય તે માટે જબરદસ્ત આયોજન કરાયું હતું.
ડો.બાબા સાહેબ આંબેડકર ચોક સિવિલ હોસ્પિટલ ચોકમાં લાખોની મેદની ઉમટી હતી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હારતોરા કરી ડિસ્કો ડાંડીયા ઢોલ નગારાના તાલે જુમ્યા હતા ડી.જે. તાલ સાથે લોકો જુમ્મા હતા.. ખૂબ જ જોશ થી લાખો લોકો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી..
રાજકોટના તાલુકા-જિલ્લાના ખૂણે ખૂણેથી લોકો હોસ્પિટલ ચોકમાં પધાર્યા હતા..


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.