હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર વિસ્તારના મોતીપુરાથી મહેતાપુરા એન.જી.સર્કલ સુધી ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ હાલ અમલમાં છે. હિંમતનગર શહેરની હદમાં આવતા પેરેમાઉન્ટ હોટલ સામેના રોડથી અંબર સિનેમા રોડ થી પોલોગ્રાઉન્ડ વિસ્તાર, મસ્જીદ રોડ થી સ્વામિનારાયણ મંદિર થી રેલ્વે ફાટક, સહકાર હોલ થી સંઘના પ્રેટ્રોલ પંપ સુઘી પસાર થતાં રોડ – રસ્તા ઉપર તમામ ફોર વ્હીલ વાહનો જેવા ટ્રેકટરો, ટેમ્પો, ટ્રકોને પ્રવેશવા ઉપર પ્રતિબંઘ ફરમાવતો હુકમ જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાએ કર્યો છે.
જિલ્લા કલેકટરશ્રીએ જાહેરનામામાં જણાવ્યું છે કે,પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેણાંક મકાનો, ઘાર્મિક સ્થળો, સ્કુલો વગેરે હોવાથી આ વિસ્તારમાંથી પસાર થતાં રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવર જવર થતી રહે છે. મોટા ભાગના લોકો મહાવીર નગરથી બહુમાળી ભવન આવવા જવા આ માર્ગનો ઉપયોગ કરે છે. જેથી આ માર્ગ પર ભારે ટ્રાફિકના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ભારે વાહનો જેવા કે ટ્રકો, ટ્રેકટરો, ટેમ્પો જેવા વાહનો પર પ્રતિબંઘ ફરમાવ્યો છે.
આ જાહેરનામું તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.