“પત્થરની જગ્યા હવે સ્ક્રીનને: બદલાતું બાળપણ અને વિસરાતી કેરીની મજા”
સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર આવી કેટલીક પોસ્ટ જોવા મળે છે કે જે પળવાર માટે રોકી લે – વિચારવા મજબૂર કરે. તાજેતરમાં ફેસબુક પર મેઘા ઉપાધ્યાય નામના એકાઉન્ટ પરથી આવી એક જ તસવીરભરી પોસ્ટ અપલોડ કરવામાં આવી, જેમાં લખેલા શબ્દોએ મને ખાસ આકર્ષ્યા.
પોસ્ટમાં લખાયું હતું:
"હવે તો આંબા પરની કેરીઓ પાકીને જાતે જ પડી જાય છે, કારણ કે પત્થર ફેંકવા વાળું બાળપણ મોબાઈલમાં વ્યસ્ત છે."
આ વાક્ય માત્ર લાક્ષણિક નથી, એ આજના સમાજના બદલાતા દૃશ્યને વ્યક્ત કરે છે. એક સમય હતો જ્યારે બાળકો અંબાવૃક્ષ પાસે ભેગા થઈને પત્થર ફેંકીને કેરી પાડતા. એમાં રમતમાં રસ, મૈત્રીમાં મજા અને કુદરત સાથેનો સંબંધ હતાં. આજે, કેરી પાકે છે, જમીન પર પડે છે – પણ એને લાવનાર કોઈ નથી, કારણ કે બાળપણ હવે સ્ક્રીનમાં ડૂબી ગયું છે.
શહેરમાં તો હવે ઘણા એવા વૃક્ષો પણ છે જે કેરીઓથી લદેલા હોય છે, પણ જોવાનું, ચઢવાનું કે પત્થર ફેંકવાનું કોઈ નથી. મોબાઈલના રમકડાં અને સોશિયલ મીડિયા સાહિત્યે બાળકોને ઘરમાથે બંધ કરી દીધાં છે.
વિદ્વાનોએ સમયસર ચેતવણી આપી છે કે જો બાળકોને ફરીથી કુદરત તરફ વાળવામાં ન આવ્યું તો તેમની માનસિક અને શારીરિક વિકાસપ્રક્રિયામાં ગંભીર ઘટાડો થઈ શકે છે. પત્થર ફેંકવી એ માત્ર રમકડું ન હતું – એ એક ક્ષણ હતી જેમાં કુદરત, દોસ્તી અને નિર્દોષતાનું સંગમ થતું હતું.
આ વિષય પર લેખ લખવાનું મન થયું પણ એટલા માટે કે એ એક ફેસબુક પોસ્ટમાં છુપાયેલી આજની સત્યકથા છે. એ વાક્યમાં આજનું બાળપણ, આપણા ભૂતકાળની યાદો અને ભવિષ્ય માટેનો ચિંતા છૂપાયેલી છે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
