દિગ્વિજય સિંહે અલ જવાહિરીના ખાત્માની પ્રશંસા સાથે ફરી એક વખત ‘ઓસામા જી’ મુદ્દે કરી સ્પષ્ટતા
- સારા તાલિબાન અને ખરાબ તાલિબાન જેવું કશું નથી હોતું, આ એક ભ્રમ છેઃ દિગ્વિજય સિંહનવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારઅમેરિકાએ ખૂંખાર આતંકવાદી સંગઠન અલકાયદાના પ્રમુખ અલ જવાહિરીને ડ્રોન હુમલામાં મારી નાખવાનો દાવો કર્યો છે. ત્યારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આ અંગે ખુશી વ્યક્ત કરીને આતંકવાદમાં સારા-નરસાનો તફાવત ન પાડી શકાય તેમ જણાવ્યું છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે, નફરત અને હિંસા ફેલાવનારાઓ સમાજ માટે અભિશાપ છે. આ સાથે જ ફરી એક વખત તેમણે પોતાના એ નિવેદન મામલે પણ સ્પષ્ટતા કરી છે જેમાં તેમણે વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને 'ઓસામા જી' કહી દીધેલું. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ પોતે કદી આતંકવાદના સમર્થક નથી રહ્યા તેમ જણાવ્યું છે. જવાહિરીની હત્યા અંગે ટ્વિટદિગ્વિજય સિંહે જવાહિરીના મૃત્યુ અંગેનિ ટ્વિટમાં લખ્યું હતું કે, 'હું અલકાયદા ચીફ અલ જવાહિરાના ખાત્માનું સ્વાગત કરૂં છું. સારા તાલિબાન અને ખરાબ તાલિબાન જેવું કશું નથી હોતું. આ એક ભ્રમ છે. દુનિયા જેટલું ઝડપથી તે સમજી લે તે માનવતાના હિતમાં રહેશે. જે કોઈ પણ સમાજમાં નફરત અને હિંસા ફેલાવેછે તે સમાજ માટે અભિશાપ છે.'मेरे भाजपा संघी मित्रों, आपको झूठ बोलने की बीमारी है। मैं कभी भी आत्ंकवाद व आतंकवादियों का समर्थक नहीं रहा और ना कभी रहूंगा। चाहे वह किसी देश का हो या किसी भी धर्म का हो।@RSSorg @BJP4India Digvijay Singh clarifies his Osama Ji comment.flv https://t.co/JPULL0P0Uw via @YouTube— digvijaya singh (@digvijaya_28) August 2, 2022 'ઓસામા જી' મુદ્દે સ્પષ્ટતાદિગ્વિજય સિંહે જવાહિરીના મૃત્યુ બાદ ફરી એક વખત ઓસામા બિન લાદેન અંગેના પોતાના વિવાદિત નિવેદન મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું હતું કે, 'મારા ભાજપના સંઘી મિત્રો, તમને ખોટું બોલવાની બીમારી છે. હું કદી પણ આતંકવાદ અને આતંકવાદીઓનો સમર્થક નથી રહ્યો અને કદી રહીશ પણ નહીં. ભલે તે કોઈ પણ દેશનો હોય કે કોઈ પણ ધર્મનો હોય.'આ સાથે જ તેમણે એક ન્યૂઝ ક્લિપ પણ શેર કરી હતી જેમાં તેઓ ઓસામા અંગે વિવાદિત નિવેદન અને તેના અંગેની સ્પષ્ટતા કરતા દેખાય છે. શું કહ્યું હતું તેમણેદિગ્વિજય સિંહે અમેરિકાના એક ગુપ્ત ઓપરેશનમાં પાકિસ્તાનમાં સંતાયેલો ઓસામા બિન લાદેન માર્યો ગયો તે ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. 5 મે 2011ના રોજ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, 'ઓસામા બિન લાદેન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. મને એ વાતનો આનંદ છે કે, તેમના પર જે કાર્યવાહી થઈ છે તેનું આપણે સ્વાગત કરીએ છીએ. પરંતુ એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે, પાકિસ્તાનની મિલિટ્રી એકેડમીથી 100 ગજ દૂર આ ઓસામી જી જે અનેક વર્ષોથી રહેતા હતા. પાક સેના અને સરકાર શું કરી રહ્યા હતા. આજે તેના સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.