મુળી સામુહિક આરોગ્ય કેન્દ્ર ની સરાહનીય કામગીરી
*મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્ર મા કસરત ની સારવાર થકી પાચ વર્ષના બાળક ને પા પા પગલી ભરતા પરિવાર મા આનંદ*
મૂળી હાઇવે પર આવેલ માનવ સેવા એજ પ્રભુ સેવા ના મંત્ર ને વરેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા પાચ વર્ષના બાળક જે ચાલવા કે ઉભા રહેવામા હાલાકી ભોગવવી પડતી હતી તેવા માશુમ બાળક ને કસરત ની સારવાર આપી પા પા પગલી ભરતા કરી દેતા પરિવાર મા આનંદ નુ મોજુ ફરી વળ્યુ હતુ મુળ સિધ્ધસર ના હાલ અમદાવાદ ખાતે રહેતા સતિષભાઇ વાધેલા ના પાંચ વર્ષના પુત્ર નક્ષ જેને ચાલવામા તેમજ ઉભા રહેવાની જન્મ થી જ તકલીફ હતી તેને મૂળી સામુહિક આરોગ્ય કેન્દ્ર મા અમદાવાદ થી કસરત માટે મૂળી
આવતા ડો.નિકીતા વાલા ડો.નર્સિગભાઇ સહિત સ્ટાફ ની જહેમત થકી પાંચ વર્ષનો નક્ષ વાધેલા આઠ માસની સારવાર ના અંતે પા પા પગલી ભરતા પરિવારજનો મા આનંદ ની લાગણી જન્મી હતી ઓમદેવસિહ ઝાલા એ જણાવ્યા મુજબ પરિવાર સાથે અમો સ્ટાફ પણ આનંદ ની લાગણી અનુભવીએ છીએ કસરત વિભાગ ઉભો કરવાની સૌ કોઇ ની જહેમત આજે રંગત લાવી હતી મૂળી તાલુકા
કક્ષાએ આરોગ્ય કેન્દ્ર મા વધતી જતી સુવિધા સામાન્ય વર્ગ ગ્રામ્ય વિસ્તારો મજુરીયા વર્ગ ને રાહત રૂપ લાગી રહી છે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.