શું કાર્યકરોએ અખિલેશ યાદવનો વિરોધ કર્યો હતો?:દાવો- પોલીસે લાઠીચાર્જ કર્યો, સભા અધવચ્ચે છોડીને પાછા ફર્યા સપા-પ્રમુખ; જાણો વાઇરલ વીડિયોનું સત્ય - At This Time

શું કાર્યકરોએ અખિલેશ યાદવનો વિરોધ કર્યો હતો?:દાવો- પોલીસે લાઠીચાર્જ કર્યો, સભા અધવચ્ચે છોડીને પાછા ફર્યા સપા-પ્રમુખ; જાણો વાઇરલ વીડિયોનું સત્ય


મંગળવારે આઝમગઢમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે એક સભા સંબોધિત કરી હતી. હવે સોશિયલ મીડિયા પર આ સભાનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં પોલીસ કર્મચારી સભામાં જોડાયેલાં કાર્યકર્તાઓને દૂર હટાવતા જોવા મળે છે. વીડિયો સાથે એકસ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આઝમગઢમાં થયેલી સભા દરમિયાન અખિલેશ યાદવને પોતાના જ કાર્યકર્તાઓનો વિરોધ ભોગવવો પડ્યો. એક્સ પર દીપક શર્મા નામના વેરિફાઇડ યૂઝરે લખ્યું- હવે આઝમગઢમાં અખિલેશનો વિરોધ, સપા માટે સભા કરવા ગયા હતા અખિલેશ યાદવ પરંતુ કાર્યકર્તાઓના વિરોધના કારણે પાછા ફર્યા, પોલીસે લાઠીચાર્જ કરીને તેમને ભગાડ્યા. ( આર્કાઇવ ટ્વિટ જુઓ) ટ્વિટ જુઓ: દીપક શર્માના આ ટ્વિટનાં સમાચાર લખાય ત્યાં સુધીમાં 1200 લોકો તેને લાઇક કરી ચૂક્યા હતા. ત્યાં જ, 450થી વધારે લોકો તેને રીટ્વિટ કરી ચૂક્યા હતા. એક્સ પર દીપકને 51 હજારથી વધારે લોકો ફોલો કરે છે. આવી જ એક ટ્વિટ અમને ઋણિતિ ચેટર્જી પાંડે નામના યૂઝરના એક્સ અકાઉન્ટ પર જોવા મળી. તેમની ટ્વિટમાં ઋણિતિએ લખ્યું હતું- આઝમગઢની સભામાં અખિલેશ યાદવનો વિરોધ થવા લાગ્યો. સાહેબને ભાગવું પડ્યું ( આર્કાઇવ ટ્વિટ જુઓ) ટ્વિટ જુઓ: તે જ સમયે, કેટલાક અન્ય યૂઝર્સે પણ આવો જ દાવો કર્યો હતો... ટ્વિટ જુઓ: શું છે વાઇરલ વીડિયોનું સત્ય? દિવ્ય ભાસ્કરે મંગળવારે આઝમગઢમાં આયોજિત અખિલેશ યાદવની રેલી સાથે સંબંધિત સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. સ્ક્રીનશોટ જુઓ: સમાચારમાં લખ્યું હતું કે... ​​​​​​મંગળવારે આઝમગઢમાં અખિલેશ યાદવની રેલીમાં સમર્થકો ફરી બેકાબુ થયા હતા. રેલીમાં સમર્થકો બેરીકેડ્સ તોડી સ્ટેજની નજીક પહોંચ્યા, ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સમર્થકોને ત્યાંથી ખદેડ્યા હતા. આ પછી પણ સમર્થકો કાબૂમાં ન આવ્યા. સમર્થકોએ ખુરશીઓ ઉછાળી હતી. તેમજ ચપ્પલ અને પથ્થરો પણ ફેંક્યા હતા. બાદમાં અખિલેશે મંચ સંભાળ્યું. તેમણે સમર્થકોને શાંતી જાળવવા અપીલ કરી હતી. અખિલેશે કહ્યું- તમે લોકો સમાજવાદીના કાર્યકરો છો. તમારામાં ઉત્સાહ છે. 25મી મે સુધી આ ઉત્સાહ જાળવી રાખો. શિસ્તબદ્ધ રહો, શાંતી જાળવો. પોલીસ તમારી સુરક્ષા માટે છે. આ પછી સમર્થકો શાંત થયા. ત્યારબાદ અખિલેશે રેલીને સંબોધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચવા ક્લિક કરો તેથી સ્પષ્ટ થાય છે કે અખિલેશ યાદવની સભા દરમિયાન કાર્યકર્તાઓ નિયંત્રણની બહાર ગયા હતા અને પોલીસે તેમને નિયંત્રિત કરવા માટે હળવા બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરંતુ અખિલેશ યાદવનો વિરોધ કરનારા કાર્યકરોની વાત તદ્દન ખોટી અને ભ્રામક છે. ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp - 9201776050 પર ઈ-મેઇલ કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.