ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તાબાહી મચાવી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સંભાવના
તા:15 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા ઉના કોડીનાર તાલુકામાં અનેક ગામડાઓમાં ભારે વરસાદએ તાબાહી મચાવી છે આજે 15 દિવસ થવા છતાં પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો જેમનાં કારણે સતત ખેતરોમાં પાણી વહેતા થયા છે નદીનાળા પણ છલકાઇ ગયા છે વાડીના કુવાઓ પણ ભરાઈને માથે આવી ચૂક્યા છે ત્યારે આ જગતનો ખેડૂત તાત ચિંતામાં મુકાયો છે જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા ઉના કોડીનાર તાલુકામાં મગફળી કપાસ સોયાબીનનું જંગી વાવેતર હોય જેમાં આ વરસાદનું ઝેરી પાણી લાગવાથી હાલ મોટાપાયે પાક પણ બળતો જોવા મળે છે ત્યારે ખેડૂત સતત ચિંતામાં દેખાઈ રહ્યો છે
જેમાં આજે અનેક ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લઈને પોતાના ખેતરોમાં વાવણી કરેલ હોય જેમનું વાવેતર કરી અને આજે પગભર થવા માટે સતત મહેનત કરતો હોય ત્યારે 2021માં આવેલ તાવતૈ વાવાઝોડાની થપ્પડથી આજ ખેડૂત ઉભો પણ નથી થયો ત્યાં ફરી બીજી થપ્પડથી ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ઉના કોડીનાર તાલુકાના ખેડૂતોની હાલત દયનીય પાયમાલી તરફ દેખાઈ રહી છે જેમાં હજુ પણ હવામાન વિભાગની વરસાદની આગાહી કરી હોય ત્યારે જો હવે વધુ વરસાદ પડે તો ખેડૂતોમાં વાવેતર કરેલ પાક આવવો અસંભવ દેખાઈ રહ્યું છે જેમાં હાલ ખેતરોમાં પાણી ભરાવાથી નિંદામણ ખર્ચ દવાખાના ખર્ચ પણ ડબલ થઇ જતા હોય છે ત્યારે ખરેખર ખેડૂતો આ પાકને લેવા માટે જો મહેનત કરે તો આવક કરતા જાવક ખર્ચ વધુ થાય છે જેથી કરીને ખેડૂતોને એક રૂપિયો પણ નાં વધે એવું પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે
હવે પછી જેથી કરીને ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે હવે પછી ખેડૂતોને કપરાં દિવસો કાઢવાનો વારો આવશે એવું પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે જેમાં આજે 2021માં આવેલ તાવતૈ વાવાઝોડાએ એક વર્ષ પહેલાં વેર-વિનાશ કરી દિધો હતો જેમને આજે એક વર્ષ ઉપર થવા આવ્યું છતાં આજ સુધી ગીર ગઢડા ઉના તાલુકામાં ખેતીવાડીમાં મોટું નુકસાન થયું હતું જેમની સહાયનાં પૈસા પણ આજ સુધી અનેક ખેડૂતોને મળ્યા નથી એવું પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે એ સહાય પણ તાત્કાલિક ચુકવવામાં આવે એવી પણ ખેડૂતોએ માંગણી કરી છે ત્યારે ખરેખર રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ગીર ગઢડા ઉના કોડીનાર ત્રણેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડીમાં ખેડૂતોનું સર્વે ટીમ દ્વારા સર્વે કરાવે અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નિષ્ફળની સહાય પણ આપે એવી ખેડૂતોએ માંગણી કરી છે
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.