હળવદના ટીકર ગામે રણની ઢસીએ સગા બાપે દોઢ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો:તપાસ શરૂ - At This Time

હળવદના ટીકર ગામે રણની ઢસીએ સગા બાપે દોઢ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો:તપાસ શરૂ


રાજ્યમાં હત્યાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ક્રૂર પિતાએ પોતાના જ સગા માસૂમ પુત્રની હત્યા કરી છે. ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે, હળવદના ટીકર ગામે રણની ઢસીએ ઘરકંકાસને કારણે પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો છે.પરંતુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડયો હતો.

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાનાં ટીકર ગામે રણની ઢસીએ પતિ-પત્નીના ઝઘડામા નાના બાળકની હત્યા કરી નાખતા રણકાંઠા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બાળકના શરીર માથાનાં ભાગે ઇજાના નિશોનો જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકના મોતથી મૃતક બાળક અરમાન ની માતા અમીનાબેન હોસ્પિટલ ખાતે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. અને તેના પતિ અસગરભાઈ અનવરભાઈ માણેકએ જ પોતાના પુત્રને કુરતા પુર્વક મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, બાળકના મોતનુ સાચુ કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. તેમજ ઘટનાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.