થર્ટી ફર્સ્ટના રાજકોટ શહેર માંથી 90 પીધેલા પકડાયા
રાજકોટ શહેરમાં સીપી રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં રહ્યા હતા. મુખ્ય માર્ગો અને સર્કલો પર પોલીસનો પહેરો રહ્યો હતો.
રાજકોટ શહેરમાં થર્ટી ફર્સ્ટ દરમિયાનના ચેકીંગમાં 70થી વધુ પીધેલા પકડાયા હતા જ્યારે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા 23 જેટલા લોકોને નશો કરેલી હાલતમાં દબોચ્યા હતા. આમાંથી મોટા ભાગના ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો હતા. જેથી મોટા પ્રમાણમાં વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. શહેરમાં ભક્તિનગર પોલીસના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રાત દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના 10 કેસો કર્યા હતા. જેમાં અશ્વીનભાઇ બાબુભાઇ જગરાજીયા, હાર્દીકભાઇ ચંદુભાઇ માંડલીયા, વિજય દિલીપભાઇ રાઠોડ, દીનેશભાઇ નારણભાઇ નાકરાણી, રાકેશભાઇ ઉર્ફે અન્નો હીરાભાઇ, ભરતભાઇ બાલુભાઇ ભટ્ટી, સુનીલભાઇ ઉર્ફે વાસુ લાલચંદ હાસીજા, જીજ્ઞેશ દુર્લભજીભાઇ કારેલીયા, ચેતન રમેશભાઇ કુબાવત, મનીષભાઇ શશીભાઇ કારેલીયાને પીધેલા પકડી કાર્યવાહી કરી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં એસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી કે.જી. ઝાલા, ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ, તેમજ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, રૂરલ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા અને તેમની ટીમો રાતભર ચેકીંગ પ્રવૃત્તિમાં રહી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.