ડભોઇ નગરમાં નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલર વાહનોનાં ઉપયોગથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો પૂરજોશમાં - At This Time

ડભોઇ નગરમાં નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલર વાહનોનાં ઉપયોગથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો પૂરજોશમાં


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઇ

( આ દૂષણ અટકાવવા મુદ્દે રાજકીય આગેવાનો અને વહિવટી તંત્રની ઉદાસીનતા )

હાલ ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી અમલી છે. પરંતુ ડભોઈ નગરમાં કેટલાક નિશ્વિત સ્થળો ઉપર દારૂની મહેફિલો જામે છે અને નગરમાં આ મુદ્દે પહેલેથી જ નામચીન બુટલેગરોનાં એજન્ટો ખુલ્લેઆમ નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલર વાહનોનાં ઉપયોગ દ્રારા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની ડોર ટુ ડોર અને હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી કરતાં હોવાનાં દ્રશ્યો સાથેનાં વીડિયો નગરમાં ફરતાં થયાં છે, પરિણામે બુદ્ધિશાળી અને જાગૃત નાગરિકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. દારૂબંધીના કડક અમલ બાબતે પણ અનેક સવાલો ઉભા થયાં છે.
ઐતિહાસિક અને સંસ્કારી નગરી તરીકે જિલ્લાભરમાં જાણીતાં ડભોઈ - દભૉવતિ નગરમાં નામચીન બુટલેગરો અને તેમનાં એજન્ટો ખૂલ્લેઆમ નંબર પ્લેટ વગરનાં ખાસ કરીને જયુપીટર અને અન્ય કંપનીઓનાં મોટી ડેકી ધરાવતાં ટુવહીલર વાહનો ઉપર ભારતીય બનાવટનાં વિદેશી દારુનો વેપલો પુરજોશમાં ચલાવી રહયાં હોવાની ચર્ચાઓ નગરનાં ચોરેચૌટે જામી છે, પરંતુ સ્થાનિક વહિવટી તંત્ર, પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો આ મુદ્દે ચૂપકીદી સેવી મૂક પ્રેક્ષક બન્યાં હોવાથી બુદ્ધિશાળી અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ નગરમાં નવયુવાન પેઢી દારૂનાં દૂષણ તરફ વળી છે અને ડભોઇ નગરનાં વિવિધ વિસ્તારોમાં વિદેશી શરાબના અડ્ડાઓ ફૂલ્યા ફાલ્યા હોય તેવા વીડિયો સામે આવ્યાં છે. આ નામચીન બુટલેગરો તંત્રની રહેમ નજર હેઠળ જ આ વેપલો ચલાવી રહ્યાં હોય તેવું લાગી રહયું છે અને તેથી જ આવા તત્વો નગરમાં ડોર ટુ ડોર માલ પહોચાડી રહયાં છે. આ તત્વો નિશ્વિત સ્થાનો ઉપર અડીંગો જમવી ખુલ્લેઆમ બેખોફ બની ટુવહીલરની ડેકીમાંથી વેચાણ કરી રહ્યાં છે અને દારૂની લતે ચઢેલાં લોકો ખરીદી પણ કરી રહ્યાં છે. જો વહીવટી તંત્ર દ્વારા તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરાના ફૂટેજોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો અને આવા નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલરોની ડેકીની કડકાઈપૂર્વક તલાસી લેવામાં આવે તો આ સત્ય સરળતાથી સામે આવે તેમ છે અને આવાં ધણા બધા ટુ વ્હિલર વાહનો ઝડપભેર ઝડપાઈ શકે તેમ છે. આ ફરતાં થયેલાં વિડિઓ નગરનાં કેટલાક ચોક્કસ વિસ્તારોનાં અને કેટલાક પાનનાં ગલ્લાઓ પાસેનાં હોવાનું સામે આવેલાં વિડિઓમાં જોઈ શકય તેમ છે. નગરમાં પહેલેથી જ નામચીન બુટલેગરોએ આ વેપલો ફરીથી ખુલ્લેઆમ શરૂ કરી દીધો હોવાની ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે. આ ખુલ્લેઆમ હેરાફેરી કરનાર એજન્ટો ખરેખર થોડાંક દિવસો પહેલા કેટલાક પત્રકારો ઉપર પણ જીવલેણ હુમલો કરનાર તેમજ ડોદરી ભાગોળ પાસેની એક સોસાયટીમાં રહેતાં નામચીન બુટલેગરોનાં જ હોવાનું નગરમાં ચર્ચાઈ રહયું છે. શું આવો વેપલો કરતાં તત્વોને કોઈનો ડર જ નથી ? કે પછી, શું વહીવટી તંત્ર આવા તત્વોને પ્રોત્સાહન આપી રહયું છે ? કે પછી કોઈ પ્રેસર કામ કરી રહ્યું છે ? એ સત્ય તો સમય આવે જ સામે આવશે. પરંતુ હાલ તો નગરજનો આ તત્વો સામે કડક કાર્યવાહી થશે જ તેવી આશા રાખી રહયાં છે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.