બજારમાં ચાલવા અને ચબૂતરે નહિ બેસવાનું જેવી બાબતે જૂનો ખાર રાખી માથાકૂટ કરતા વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ - At This Time

બજારમાં ચાલવા અને ચબૂતરે નહિ બેસવાનું જેવી બાબતે જૂનો ખાર રાખી માથાકૂટ કરતા વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ


બજારમાં ચાલવા અને ચબૂતરે નહિ બેસવાનું જેવી બાબતે જૂનો ખાર રાખી માથાકૂટ કરતા વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

વિછીયા તાલુકાના રૂપાવટી ગામના અનિલભાઈ નાગરભાઈ ગાંગડીયા ઉંમર વર્ષ 23 ધંધો અભ્યાસ કરે છે અને તેઓએ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેઓ વિંછીયા ખાતે મોઢુકા રોડ ઉપર એ ટુ ઝેડ દુકાને તેમના ડોક્યુમેન્ટ લેવા ગયા અત્યારે કલ્પેશભાઈ રમેશભાઈ સાકળિયા અને હિતેશભાઈ ચતુરભાઈ મકવાણા તેઓ બંને દુકાને આવી ફરિયાદીને કહેલ તું બહાર નીકળ તારે શેની હવા છે તેમ કહી બોલા ચાલી કરવા લાગેલ અને કલ્પેશભાઈએ વિછીયા ગામે રહેતા નિલેશભાઈ ગિરીશભાઈ વાઘેલા તથા પ્રકાશભાઈ જેન્તીભાઈ રાજપરા ને ફોન કરી બોલાવેલ ચારેય વ્યક્તિઓએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગ્રે કલરની અલટોગાડી રજીસ્ટર નંબર GJ03LG7825 કલ્પેશભાઈ એ ગાડીનું ડ્રાઇવિંગ કરી નિલેશભાઈ તથા પ્રકાશભાઈ ફરિયાદીને અલ્ટો ગાડીમાં પાછળની સીટમાં પકડીને બેસાડી વિછીયા માર્કેટિંગ યાર્ડ ની આગળ કોટડા જવાના કાચા રસ્તે લઈ ગયેલ અને ફરિયાદીને ઉતારી નિલેશભાઈ તથા પ્રકાશભાઈએ પકડી રાખી અલ્પેશભાઈ ફરિયાદીને પટ્ટાથી જમણા પગે માર મારેલ ત્યારે હિતેશભાઈ ચતુરભાઈ મકવાણા બુલેટ લઈને તથા રૂપાવટી ગામે રહેતા વૈભવભાઈ સુરેશભાઈ સાંકળિયા splendor મોટરસાયકલ લઈને આવેલ અને ફરિયાદીને ગાળો આપવા લાગે આમ ફરિયાદીને જમણા પગના તથા ડાબા પગના ભાગે મુંઢ ઇજાઓ થતા વિછીયા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા અને ફરિયાદી અનિલભાઈ ગાંગડીયાએ કલ્પેશભાઈ રમેશભાઈ સાકરીયા ગામ રૂપાવટી, હિતેશભાઈ ચતુરભાઈ મકવાણા ગામ રૂપાવટી, નિલેશભાઈ ગિરીશભાઈ વાઘેલા વિછીયા, પ્રકાશભાઈ જયંતીભાઈ રાજપરા વિછીયા તથા વૈભવ ભાઈ સુરેશભાઈ સાંકળિયા રૂપાવટી ગામના સહિતના પાંચ વ્યક્તિ વિરુદ્ધ વિજયા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 365, 323, 504, 114 તથા જીપીએફ કલમ 37 (1 ) અને 135 મુજબ ફરિયાદ દાખલ કરી હતી.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.