સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઇ. - At This Time

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઇ.


તા.05/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરને ગ્રીન સિટી અને ક્લીન સીટી બનાવવા નગરપાલિકાના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના અધિકારી/પદાધિકારીઓ તેમજ સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ મામલતદારશ્રી સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગંગા સ્વરૂપા સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અરજીઓ પેન્ડિંગ ન રહે આવી અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવે જેથી કરીને આ યોજનાનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે જિલ્લામાં એકપણ લાભાર્થી સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાના લાભથી વંચિત ન રહે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ ઝડપથી મળી રહે તેવું આયોજન કરવા પ્રાંત અધિકારી અને મામલતદાર ઓને જરૂરી સૂચના પણ દંડકએ આપી હતી આ બેઠકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના, અમૃત યોજના, નાણાપંચ જેવી વિવિધ યોજના અંતર્ગત ચાલતા વિવિધ વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરમાં વીજળીને લગતા સર્વે હાથ ધરી આનુસંગિક પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા નગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને નાયબ મુખ્ય દંડકએ તાકીદ કરી હતી આ ઉપરાંત નગરપાલિકાની દરેક સોસાયટીમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવા અને નિયમિત સફાઈ કામ કરાવવા તેમજ સુરેન્દ્રનગર શહેરને ગ્રીન સિટી અને ક્લીન સીટી બનાવવા નગરપાલિકાના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, પ્રાંત અધિકારી દિપેશ કેડિયા, સુરેન્દ્રનગર શહેર મામલતદાર, વઢવાણ મામલતદાર, ચીફ ઓફિસર સાગર રાડીયા અને નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનઓ સહિત નગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.