મોટાદડવામાં ચાલતી શીવકથામા વ્યાસપીઠ પરથી ગીરીબાપુએ સમજ આપી કે બુદ્ધિનું પ્રદર્શન નહીં, દર્શન કરાય: જસદણના આગેવાનોએ કથા શ્રવણ કર્યું હજારો ભકતૉ ઍ પ્રસાદ લીધૉ - At This Time

મોટાદડવામાં ચાલતી શીવકથામા વ્યાસપીઠ પરથી ગીરીબાપુએ સમજ આપી કે બુદ્ધિનું પ્રદર્શન નહીં, દર્શન કરાય: જસદણના આગેવાનોએ કથા શ્રવણ કર્યું હજારો ભકતૉ ઍ પ્રસાદ લીધૉ


મોટાદડવાના ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજીત શિવકથાનું ભવ્ય આયોજન આનંદદાસ બાપુની તપસ્થલી જગ્યામાં કરવામાં આવ્યું છે.જેમાં ગીરીબાપુએ વ્યાસપીઠ પરથી ભક્તોને શિવકથાની સમજ આપતાં જણાવ્યું હતું કે કામ કરવાથી ક્યારેય થાક નથી લાગતો, એટલો વિચાર કરવાથી થાક લાગે છે. કામદેવ અને નારદ શિવ ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે માણસનો મહિમા ન હોય તેમની પરંતુ તેમની ગાદીનો મહિમા હોય. ક્ષમા માંગવી એ મર્દાનગી છે. ક્ષમા આપવી એ પણ મર્દાનગી છે. કથામાં વધુમાં ઉમેર્યું હતું કે કોઈ ' પણ વ્યક્તિના ભાલમાં ત્રિપુંડ, મુખમાં શિવનું નામ, કંઠમાં રુદ્રાક્ષ એ સર્વ પાપમાંથી મુક્ત કરે છે. બુદ્ધિનું પ્રદર્શન ન કરાય તેમનું દર્શન કરાય. દુનિયાની સામે આંસુ ન પાડવા આંસુનું સન્માન કરવું, દુનિયાને આંખમાં આંસુ વાળું વ્યક્તિત્વ નહિ, મુસ્કાનવાળા વ્યક્તિની જરૂર છે. જ્યાં ને ત્યાં આસું ન પાડો મારા શ્રાવકો... તેમણે કહ્યું કે સાધુ જરૂર પડે દાન લે છે, જરૂર પડે દાન આપે પણ છે. આ તકે જસદણના આગેવાનોનું ગીરીબાપુ એ ખૅસ પહૅરાવી આશીર્વાદ પાઠવ્યા હતા તેમાં જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણીયા પૂર્વ ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી પૂર્વ નગરપતિ જીગ્નેશભાઈ હિરપરા પૂર્વ નગર સેવક અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા શિક્ષણવીદ કમલેશભાઈ હિરપરા પૂર્વ જસદણ ભાજપ ઉપપ્રમુખ વિનુભાઈ ચાંવ તથા યુવા અગ્રણી યશવંતભાઈ ઢોલરીયા હર્ષદભાઈ ચૌહાણ સહિતના જસદણના આગેવાનોએ કથાનું શિવ કથા નું રસપાન કર્યું હતું આ કથા ના યજમાન ઉધોગપતિ ગિરધરભાઈ વેકરીયા ના આમંત્રણ ને માન આપી ઉપરોક્ત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ અવધૂત આશ્રમનાના મુખ્ય ગાદીપતિ મનુબાપુએ 1,51,000નું દાન આપ્યું હતુ.
આ તકે શિક્ષણ શિબિરની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શિક્ષણવીદ ગિજુભાઈ ભરાડ દ્વારા આજના સમયનું શિક્ષણ, શિક્ષણની નવી પ્રણાલી સહિત ગુરુકુલની પરંપરાને યાદ કરી જણાવ્યું હતું કે શિક્ષણ એ પાયાનો પથ્થર છે. બાળકને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે શિક્ષણ જ કામ લાગશે તૅમ જણાવ્યું હતું. આ તકે શિવકથા સ્થળ પર ટીબી નિર્દોષાનંદ બાપુના આશ્રમ સંચાલિત હોસ્પિટલ મારફત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. મહામંડલેશ્વરથી લઈ વિધવિધ મંદિરોના ગાદીપતિ, મહંતો તેમજ અને સાધુ બ્રાહ્મણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમની સ્વાગત વિધિ મનુબાપુ જૂનાગઢ અવધૂત આશ્રમ દ્વારા કરાઈ હતી. તેમજ મોટાદડવા ગ્રામજનો વતી ભુપતભાઈ વાળા, કથાના યજમાન ગિરધરભાઈ વેકરિયા, ગુણવંતભાઈ શેખલીયા, મનુભાઈ લાવડીયા, વજુભાઈ ચાવડા, માલધારી સમાજના આગેવાન જગાભાઈ સુસરા સહિતના દ્વારા સંતોનું સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.