કરાર આધારિત કમૅચારીઓ મામલતદાર કચેરી ખાતે હાજર ન રહેતા નાગરિકો પરેશાન - At This Time

કરાર આધારિત કમૅચારીઓ મામલતદાર કચેરી ખાતે હાજર ન રહેતા નાગરિકો પરેશાન


મહીસાગર જીલ્લાના સંતરામપુર મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અને ઈધરા અને એટીવીટી પુરવઠા અને મહેસુલ વિભાગના કરાર આધારિત કમૅચારીઓને જાણવા મલતી માહિતી મુજબ આ કરાર આધારિત કમૅચારીઓને મૌખિક અધિકારી દ્વારા છુટા કયૉનુ આજે જણાવતા આ શાખાઓના કરાર આધારિત કમૅચારીઓ મામલતદાર કચેરી ખાતે આજે સવારથી જ તેમની ફરજ પર હાજર રહ્યા ન હતા.આ કમૅચારીઓ ને અચાનક જ મૌખિક કહીને છુટા ક્યાં કારણો સર કરાયાં તે એક ચચૉનો વિષય બનેલ છે.આ કરાર આધારિત કમૅચારીઓને અચાનકજ આજે છુટા કરાતાં સવારથી જ ગામડામાંથી મામલતદાર કચેરીમાં વિવિધ કામો માટે આવેલ લોકોને કામગીરી ઠપ થઈ જતાં પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું અને કામ નહીં થતાં ધક્કો પડેલ હતો.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.