જામનગર શહેર- લાલપુર-ધ્રોલ-જોડિયા અને જામજોધપુરમાં જુગારીયા તત્વોની જમાવટ
જામનગર, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારજામનગર શહેર લાલપુર- ધ્રોળ- જોડીયા અને જામજોધપુરમાં જુગારીયા તત્વો એ મહેફીલ ચાલુ રાખી છે, જેની સામે પોલીસ તંત્ર પણ કમર કસી રહ્યું છે. ગઈકાલે રાત્રિના કુલ 13 સ્થળે દરોડાઓ પાડ્યા હતા, અને 14 મહિલા તથા 40 પુરુષ સહિત 54 પત્તાપ્રેમીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.જામનગર શહેરમાં ગઈકાલે ગોકુલ નગર વિસ્તારમાં જુગાર અંગે પોલીસે દરોડો પાડયો હતો, અને આશાબેન જયંતીભાઈ માણેક સહિત પાંચ શખ્સોની જુગાર રમવા અંગે અટકાયત કરી લીધી છે.આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા ગામમાંથી જાહેરમાં જુગાર રમી રહેલી રેખાબેન શાંતિભાઈ ઘરસંડીયા સહિત પાંચ મહિલાઓની અટકાયત કરી છે, જ્યારે વાંસજાળિયામાં સહકારી મંડળી ની શેરીમાંથી ભાવિશાબેન હિતેશભાઈ ઘરસંડીયા સહિત ચાર મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જયારે સતાપર ગામમાં ચમારવાસ વિસ્તારમાંથી ગંજીપાના નો જુગાર રમી રહેલી રંજનાબેન અશોકભાઈ રાઠોડ સહિત ચાર મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કરાયું છે.આ ઉપરાંત લાલપુર માંથી વિજય ચંદુભાઈ ઢાંકેચા સહિત ચાર શખ્સોને જુગાર રમવા અંગે પકડી લેવાયા છે, જ્યારે મેઘપર માંથી અનિલ પ્રવીણભાઈ રાઠોડ સહિત 5 ને અટકાયતમાં લેવાયા છે.આ ઉપરાંત જોડિયા તાલુકાના ભાદરા ગામમાંથી પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. ટીંબડી ગામમાં બે સ્થળેથી 10 શખ્સોને જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા છે.ઉપરાંત ધ્રોલ માંથી પણ પાંચ પતાપ્રેમીઓ જ્યારે રાજપરા ગામમાંથી પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ શખ્સોને ફરારી જાહેર કરાયા છે. ગઈ રાત્રી દરમિયાન પોલીસે પાડેલા 13 સ્થળે દરોડામાં કુલ 14 મહીલાઓ અને 30 પુરુષોની અટકાયત કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.